અમરેલી,
અમરેલી જિલ્લાના મુળ નિવાસી અને સદીઓથી આ ધરતી ઉપર રહેતા કોળી સમાજના સામાજીક આગેવાન શ્રી અરવિંદ સાકરીયાએ આજે અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લામાં વસતીની દ્રષ્ટીએ કોળી સમાજ બીજા ક્રમે છે હાલમાં અમારા સમાજના છુટા છુટા અનેક સંગઠનો છે પણ એક સંગઠન હોય તો સમાજનો વધ્ાુ વિકાસ થઇ શકે તેમ છે તેવા વિચારને કારણે અમરેલી જિલ્લાના કોળી સમાજને સંગઠીત કરી સમાજનો વિકાસ કરવા અમારી ટીમ પ્રયાસો કરશે તેમ શ્રી અરવિંદ સાકરીયાએ જણાવેલ તેમણે જણાવેલ કે, અમરેલી જિલ્લાના મુળ નિવાસી એવા માંધાતાના વંશજોની અનેક ગૌરવ ગાથા છે સમાજને એક તાંતણે બાંધવા માટે બીનરાજકીય રીતે કામગીરી કરાશે.