કોવાયાના ખેડૂતની 31 વિઘા જમીનમાં બાગાયતી કેળનો કચ્ચરઘાણ નીકળ્યો

રાજુલા,
બીપરજોઇ વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમા અનેક જિલ્લામાં નુકસાન ગયું છે કચ્છમાં વ્યાપક નુકસાન છે ત્યારે અમરેલી જિલ્લામા આવેલ દરિયા કાંઠે આવેલ રાજુલા તાલુકાના કોવાયા ગામમાં પણ ખેડૂતોને નુકસાન ગયું હોવાનું સામે આવ્યું છે કોવાયા ગામના ખેડૂત ભીખાભાઇ બાધાભાઈ લાખણોત્રાના 31 વિઘા જમીજમાં બાગાયતી ખેતી કેળનું વાવેતર હતું કેળ ઉતારે તે પહેલાં ભારે પવન વરસાદના કારણે હજારો કેળનો રીતસર કચ્ચરઘાણ નીકળી ગયો છે અને મોટાભાગની કેળ પડી ગઈ હોવાને કારણે ખેડૂત ઉપર મોટું સંકટ આવ્યું છે ખેડૂતએ આખા વર્ષની કરેલી મહેનત ઉપર કુદરતી આફતએ પાણી ફેરવી દીધું છે જેના કારણે ખેડૂત દ્વારા રાજય સરકાર પાસે મદદ માંગી છે 31 વિઘા જમીનમાં મોટાભાગની કેળ નીચે પડી જવાના કારણે મોટું નુકસાન વેઠવવાનો હાલતો વારો આવ્યો છે બીજી તરફ અગાવ તાઉતે વાવાજોડાના કારણે પણ વ્યાપક નુકસાન ગયું હતું અને ખેડૂતો માંડ ઉભા થયા હતા ત્યારે ફરી વખત આફત આવતા ખેડૂતો કુદરતી આફતના કારણે આર્થિક મોટું નુકસાન જય રહ્યું છે જેના કારણે રાજય સરકાર તાકીદે સર્વે કરી યોગ્ય વળતર ચુકવે તેવી માંગણી છે ખેડૂત ભીખાભાઇ લાખણોત્રાએ જણાવ્યું તાઉતે વાવાઝોડા વખતે અમારી આવી જ દશા બેઠી હતી અને બધી કેળ પડી ગઈ હતી આ વાવાઝોડામાં પવન બોવ આવ્યો જેના કારણે આ કેળ બધી પડી ગઇ છે આવા તો અનેક ખેડૂતો આ વિસ્તારમાં છે સરકાર ફરી સર્વે કરાવી ખેડૂતોને મદદ કરે તો જ આ વિસ્તારના ખેડૂતો ફરી બેઠા થાય તેમ છે.રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પણ રજુઆત કરાયરાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રાએ જણાવ્યું હતું અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ નુકસાન ગયું છે એક ખેડૂતની તો 31 વિઘામાં વાવેતર કરેલી કેળ બધી પડી ગઈ છે મેં ટેલિફિનિક તંત્રને જાણ કરી છે સોમવારે જિલ્લા કલેકટરને અને ધારાસભ્ય સહિત સરકાર સુધી રજુઆત કરવાનો છે જેથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે રજુઆત કરવા તેૈયારી થઇ રહી છે.