કોવાયામાં કંપનીના માલીકીના દસ્તાવેજ અને ચેક પડાવ્યા

અમરેલી,
રાજુલા તાલુકાના કોવાયા ગામે સાબુ થનકચન યોહીના ઉ.વ.44 મુળ કેરાલા હાલ કોવાયા એ.જે.ઈલેકટ્રીકલ્સ કંપનીના માલીકના કહેવાથી ભગવાન ટપુભાઈ વાઘ ,બાલુ વાજસુરભાઈ લાખણોત્રા,રામ ઉર્ફે રામભાઈ રાજાભાઈ લાખણોત્રા સુરેશ ભકિતરામ અગ્રાવત ,લક્ષ્મણ સાર્દુલભાઈ વાઘ,વિક્રમ સુમરાભાઈ લાખણોત્રા રહે.કોવાયા, લાભુ બાલુભાઈ વાઘ રહે.જોલાપર ,દુલા શાર્દુુલભાઈ લાખણોત્રા,દાનુ નોળ રહે.કોવાયા વાળા પાસેથી દસ વર્ષ પહેલા રૂ/-35,00,000 ત્રણ ટકાના વ્યાજે લીધ્ોલ તેના વ્યાજના રૂ/-1,30,40,000 બળ જબરીથી આરોપીઓએ ફરિયાદી તેમજ કંપનીના માલીકની મિલકત રાજુલા તેમજ હિંડોરાણા ખાતે આવેલ પ્લોટ તેમજ સુર્યા બંગ્લોઝના અસલ દસ્તાવેજ તેમજ એસ.બી.આઈ.કોવાયા બ્રાન્ચના એ.જે. ઈલેકટ્રીકલ્સ નામની કંપનીના ચેકો બળજબરીથી લઈ વ્યાજની ઉઘરાણી કર્યાની મરીન પીપાવાવ પોલિસ મથકમાં ફરિયાદ