કોવિડ બાયોવેસ્ટના સર્જનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર મોખરે

  • જૂનમાં ભારતે ૩૦૨૫ ટન કોવિડ-૧૯ વેસ્ટ ઉત્પન્ન કર્યો હતો, જેમાં એકલા મહારાષ્ટ્રનો જથ્થો ૫૨૪ ટન ત્યારબાદ ગુજરાતનો ૩૫૦ ટનનો સમાવેશ થાય છે

ભારતમાં છેલ્લા ચાર (જૂનથી સપ્ટેમ્બર) મહિનામાં ૧૮,૦૦૬ ટન કોવિડ -૧૯ બાયોમેડિકલ કચરો ઉત્પન્ન થયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ તેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર (૩,૫૮૭ ટન) અને ગુજરાતનો ફાળો છે. આંકડાઓ મુજબ જૂનમાં ભારતે ૩૦૨૫ ટન કોવિડ-૧૯ વેસ્ટ ઉત્પન્ન કર્યો હતો, જેમાં એકલા મહારાષ્ટ્રનો જથ્થો ૫૨૪ ટન ત્યારબાદ ગુજરાતનો ૩૫૦ ટન, દિલ્હીનો ૩૩૩ ટન અને તામિલનાડુ ૩૧૨ ટન વેસ્ટનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં દેશભરમાં આશરે ૫,૫૦૦ ટન કોવિડ -૧૯ કચરો ઉત્પન્ન થયો જે અત્યાર સુધીના એક મહિનામાં સૌથી વધારે છે.

ગુજરાતમાં આજે દેશમાં બાયોમેડિકલ કચરો સળગાવવાની સૌથી વધુ ક્ષમતા છે. તેમાં વિવિધ ભાગોમાં ૨૦ ઓપરેશનલ બાયોમેડિકલ કચરાના નિકાલની સુવિધા છે અને ઔદ્યોગિક પ્રોત્સાહન પ્લાન્ટો પણ જરૂર પડે તો બાયોમેડિકલ કચરાના વિનાશમાં ભાગ લેવા સંમત થયા છે. આજે ગુજરાત દરરોજ આશરે ૫૮,૦૦૦ કિલો બાયોવોસ્ટનો નાશ કરી શકે છે. જેમાંથી અમદાવાદ શહેર ૬૫ ટકા કોવિડ બાયોવેસ્ટ ઉત્પન્ન કરે છે.

રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી પ્રાપ્ત આંકડા મુજબ જૂનથી મહિનાથી બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ૧૮,૦૦૬ ટન કોવિડ -૧૯-સંબંધિત બાયોમેડિકલ કચરો ઉત્પન્ન કર્યો છે જે ૧૯૮ કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ (CBWTF) દ્વારા એકત્રિત કરીને નિકાલ કરવામાં આવે છે. કોવિડ -૧૯ બાયોમેડિકલ વેસ્ટમાં પી.પી.ઇ. કીટ, માસ્ક, ગ્લોવ્ઝ, હૃાુમન ટિસ્યુઝ, લોહીથી દૂષિત વસ્તુઓ, શરીરના પ્રવાહી જેવા કે ડ્રેસીંગ્સ, પ્લાસ્ટર કાસ્ટ્સ, કોટન સ્વાબ્સ, લોહી અથવા શરીરના પ્રવાહી, બ્લડ બેગ, સોય, સિરીંજ વગેરેનો સમાવેશ થઈ શકે છે.

આંકડા મુજબ મહારાષ્ટ્રમાં જૂનથી ચાર મહિનામાં ૩૫૮૭ ટન કોવિડ-૧૯ કચરો ઉત્પન્ન થયો. ત્યારબાદ તમિળનાડુમાં ૧,૭૩૭ ટન, ગુજરામાં ૧,૬૩૮ ટન, કેરળમાં ૧,૫૧૬ ટન, ઉત્તર પ્રદેશમાં ૧,૪૩૨ ટન, દિલ્હીમાં ૧,૪૦૦ ટન, કર્ણાટકમાં ૧,૩૮૦ ટન અને પશ્ચિમ બંગાળમાં ૧,૦૦૦ ટન કોવિડ-૧૯ બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયો છે.

સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં અંદાજે ૫૪૯૦ ટન કોરોના બાયોમેડિકલ વેસ્ટ ઉતપન્ન થયો હતો. જેમાં સૌથી વધુ હિસ્સો (૬૨૨ ટન) ગુજરાતનો રહૃાો છે. ત્યારબાદ તામિળનાડુમાં ૫૪૩ ટન, મહારાષ્ટ્રમાં ૫૨૪ ટન, ઉત્તર પ્રદેશમાં ૫૦૭ ટન અને કેરળમાં ૪૯૪ ટન કોરોના બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયો હતો.