કોવિડ-૧૯ને લીધે વિશ્વમાં એરલાઇન્સ ક્ષેત્રે ચાર લાખ લોકોની છટણી

વિશ્વભરમાં કોરોના વાઇરસ લોકડાઉને અર્થતંત્રોને નબળાં કરી દીધાં છે. એની સૌથી વધુ પ્રતિકૂળ અસર જે ક્ષેત્રોમાં પડી છે, એમાં એરલાઇન ક્ષેત્ર પણ સામેલ છે. બ્લુમબર્ગની એક ગણતરી અનુસાર આશરે ચાર લાખ એરલાઇન કર્મચારીઓએ વિશ્વભરમાં પોતાની નોકરી ગુમાવી છે. એરલાઇન્સ ઉદ્યોગે સૌથી મોટું નુકસાન ભોગવવું પડ્યું છે, કેમ કે આ રોગચાળાએ ટિકિટોના વેચાણ અને કમાણીને ખતમ કરી દીધાં છે. વિશ્વભરમાં એરલાઇન્સે સીમા પર પ્રતિબંધો અને લોકડાઉનને કારણે લાઇટ્સની ઉડાનોમાં ભારે કાપ મૂક્યો છે. દૃેશમાં એરલાઇન્સે મોટી સંખ્યામાં કર્મચારીઓનાં પગાર કાપ કર્યો છે.
બ્રિટિશ એરવેઝ. ડોયચે લુફથાન્સા એજી, એમિરેટ્સ એરલાઇન્સ અને ક્વાંટાસ એરવેઝ લિમિટેડ એ એરલાઇન્સોમાં સામેલ છે, જેમણે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે અથવા અનપેડ લીવ પર મોકલી દીધા છે. ડેલ્ટા એરલાઇન્સ ઇક્ધ, યુનાઇટેડ એરલાઇન્સ હોલ્ડિંગ્સ ઇંક્ધ અને અમેરિકન એરલાઇન્સ ગ્રુપ ઇક્ધે પહેલેથી જ ૩૫,૦૦૦ કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેમની નોકરીઓ પર જોખમ ઝંળૂંબી રહૃાું છે. એટલું જ નહીં, જેમની નોકરી બચી છે, એ મોટા પગારકાપનો સામનો કરી રહૃાા છે.
વિશ્વભરમાં એરલાઇન્સ ક્ષેત્રે પાઇલટ અને કેબિન ક્રૂ સહિત ૪,૦૦,૦૦૦ નોકરીઓ જવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના જણાવ્યા અનુસાર વિમાન ઉત્પાદકો, એન્જિન ઉત્પાદકો, એરપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓ સહિત સંબંધિત ઉદ્યોગોમાં નોકરીઓનું નુકસાન અઢી કરોડ (૨૫ મિલિયન) સુધી પહોંચી શકે છે. એરબસ, એસઇ અને બોઈંગ ૩૦,૦૦૦થી વધુના પદોમાં કાપ કરી રહી છે.
અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૬,૫૭૦ નવા કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોના કુલ કેસ ૪૦ લાખને પાર થયા છે અને વિશ્વમાં કોરોના કેસ વધીને ૧.૫૦ કરોડને પાર થયા છે.