કોવીડ કેર સેન્ટરોના નિયમો હળવા કરવા ડો.ભરત કાનાબારે મુ.મંત્રી વિજયભાઈ રૂપાણીને કરેલ રજૂઆતને સફળતા મળી

અમરેલી,
પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીક સૈંભેં કે વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર – અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ 1પ00 ચાર્જ લઇ શકાશે – આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી. સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે. રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને કોર કમિટિમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમ,કલીનીકસ આઇ.સી.યુ કે વેન્ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થકેર સેન્ટર માટે પ્રતિદિન વધુમાં વધુ રૂ. બે હજાર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર માટે પ્રતિદિન મહત્તમ 1પ00 રૂપિયા ચાર્જ લઇ શકાશે. આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થતો નથી એટલે કે આવા ઇન્જેકશનનો ચાર્જ અલાયદો લેવામાં આવશે. તેમ ડો.ભરત કાનાબારે જણાવ્યું છે.