કોવીડ-૧૯ના મહામારીમાં લેવાઇ સીએ પરીક્ષા, ઇતિહાસમાં પ્રથમવાર આપાયું OPT OUTઓપશન

અમદાવાદ,
એકતરફ કોરોના વાયરસનું સંક્રમણ અને બીજી તરફ અમદાવાદમાં તંત્ર દ્વારા લાદવામાં આવેલ કરયુ. આ બધાની વચ્ચે સીએની પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં ૧૯ સેન્ટર પર અંદાજે ૨૫૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. જોકે, આ પરીક્ષામાં ઇતિહાસમાં પ્રથમવાર ઓપીટી આઉટ ઓપશન આપવામાં આવ્યો છે. જેમાં આ વખતે જો કોઈ કારણસર વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તો તે વિદ્યાર્થી ઓપીટી આઉટ ઓપશન લઈ જાન્યુઆરી ૨૦૨૧માં પરીક્ષા આપી શકશે. કોવિડ ૧૯ના કારણે માત્ર સીએ જ નહીં અનેક પરિક્ષાઓનું શિડયુલ ખોરવાઈ ચૂક્યું છે. ગત મે માસમાં યોજાનારી સીએની પરીક્ષા જુનમાં અને ત્યારબાદ જુનમાં યોજાનારી પરીક્ષા મોકૂફ રહી. જોકે ,આખરે ૨૧ નવેમ્બરની તારીખ જાહેર થઈ.
પરંતુ બે દિવસ અગાઉ જ કોરોનાના વધતા કેસના કારણે અમદાવાદમાં ૬૦ કલાક માટે કરયુ લાદવામાં આવ્યો. જેના લીધે ફરી વિદ્યાર્થીઓ અસમંજસમાં હતા કે સીએ ની પરીક્ષા યોજાશે કે નહીં. અને આખરે અમદાવાદમાં કરયુ વચ્ચે પણ સીએની પરીક્ષા લેવામાં આવી. દેશભરમાંથી ૪.૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આઈસીએઆઈ ના અમદાવાદના ચેરમેન ફેનીલ શાહે જણાવ્યું કે, સામાન્ય રીતે અમદાવાદમાં દસ કેન્દ્ર હોય છે.
તેની જગ્યાએ આ વખતે ૧૯ કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. જેથી કોવિડ ૧૯ની ગાઈડ લાઈનનું પાલન થઈ શકે. આ વખતે કોવીડ-૧૯ની કોઈ અસરને લીધે જ વિદ્યાર્થીઓને, આઇસીએઆઈએ જાહેરાત દ્વારા સુવિધા આપી છે જેમાં વિદ્યાર્થી પરીક્ષાના અંતિમ દિવસ સુધી ગમે ત્યારે બહાર ચઓપીટી આઉટ નીકળી શકે છે અને આગામી પરીક્ષા જાન્યુઆરી ૨૦૨૧માં યોજાવાની છે ત્યારે હાજર રહી શકે છે.