કોવીડ-19 અંતર્ગત તલાટી મંત્રીઓએ કરેલી કામગીરીને બિરદાવતા અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરમાર

અમરેલી,
જિલ્લા વિકાસ અધિકારી અમરેલી દ્વારા ત્રિસ્તરીય પંચાયત ના પાયાના એકમ એવા પંચાયત વિભાગના ગ્રામ્યકક્ષાએ ફરજ બજાવતા તલાટી મંત્રીશ્રીઓ ને કોરોના મહામારી માં પોતાની ફરજ ઉપરાંત હોમ ક્વોરેન્ટાઇન ફેસેલિટી,ક્વોરેન્ટાઇન સેન્ટર ની દૈનિક મુલાકત,ગામને સમય અંતરે સેનિટાઈઝ કરવું,માસ્ક વિતરણ,હોમિયાપેથિ દવા તથા ઉકાળા ના વિતરણ ની વ્યવસ્થા કરવી,લોક ડાઉન અંગેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવું,ભારત સરકારશ્રી તથા રાજ્યસરકારશ્રી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ સૂચનાઓ નો ઘરે ઘરે પ્રચાર-પ્રસાર કરવો,ગામમા અધિકૃત કે બિનઅધિકૃત પ્રવેશ કરતા લોકો નું મુવમેન્ટ રજીસ્ટર નિભાવવું,પરપ્રાંતીય મજૂરો ને પોતાના વતને હેમખેમ પહોંચાડવા,કજ ની દુકાનેથી રાશન વિતરણ વ્યવસ્થાની કામગીરી,આવી ઘણી કામગીરીઓ પોતાની ફરજના ભાગ રૂપે પુરા ખંત અને ઉત્સાહ પૂર્વક કરેલ છે તે બદલ અભિનઁદન પાઠવેલ છે. તલાટી મંત્રી પરિવાર દ્વારા સોંપાયેલ કામગીરી ઉપરાંત એક કદમ આગળ ઉઠીને માનવીય સવેંદના દાખવી જરૂરિયાત મંદોને રાશન વિગેરે સહાય સામગ્રી અને અન્ય રાહત પુરી પાડેલ છે,અને મુખ્યમંત્રી રાહતફંડમાં કુલ-3 લાખ જેટલી માતબાર રકમ અમરેલી જિલ્લા તલાટી મંત્રી મંડળ દ્વારા જમા કરાવેલ છે જે અંગે માન.જિલ્લા વિકાસ અધિકારી અમરેલી દ્વારા જિલ્લા તલાટી મંત્રી મંડળ ના પ્રમુખ જયેશ કટેશીયાને જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા કરેલ કામગીરી બદલ પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવેલ છે.અને જિલ્લા ના તમામ તલાટીમંત્રીઓ ને પ્રમુખ જયેશ કટેશીયા દ્વારા ખુબ ખુબ અભિનઁદન પાઠવવામા આવ્યા છે.