કોહલીએ ૭૪ રન બનાવી ૫૧ વર્ષ જૂનો પટૌડીનો તોડી નાંખ્યો રેકોર્ડ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાની સામે એડિલેડ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારતા ચૂકી ગયો પરંતુ આ દરમ્યાન તેણે મંસૂલ અલી ખાન પટૌડીની કેપ્ટનશીપનો ૫૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો. કોહલીએ ગુરૂવારના રોજ ૭૪ રન બનાવી રન આઉટ થઇ ગયો હતો. તેની સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાની સામે કેપ્ટન તરીકે ટેસ્ટ મેચોમાં ૮૫૧ રન બનાવ્યા છે. આ કોઇપણ ભારતીય કેપ્ટનની તરફથી બનાવેલા સૌથી વધુ રન છે. આની પહેલાં આ રેકોર્ડ મંસૂલ અલી ખાન પટૌડીના નામે હતો.
પટૌડીએ ઑસ્ટ્રેલિયાની સામે ૮૨૯ રન બનાવ્યા હતા. પટૌડીએ ઓસ્ટ્રેલિયા સામે ૧૧ ટેસ્ટ મેચોમાં ૪૩.૬૩ની સરેરાશથી ૮૨૯ રન બનાવ્યા. તેમાં એક સેન્ચુરી સામેલ હતી. તેઓ આ ૧૧ ટેસ્ટ મેચ ૧૯૬૪ થી ૧૯૬૯ની વચ્ચે રમ્યા હતા. તેની સાથે જ કોહલી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવાના ભારતીય કેપ્ટન પણ બની ગયા. તેણે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો. જેના નામે ૮૧૩ રનનો રેકોર્ડ હતો.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની પહેલી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાય રહી છે. પિંક બોલથી રમાઈ રહેલી આ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં આજે એટલે કે શુક્રવારે રમતના બીજા દિવસે મેચ ચાલુ છે. બીજા દિવસના પહેલા જ સેશનમાં ભારતની પહેલી ઇનિંગ્સમાં ૨૪૪ રનમાં સમેટાઇ ગયું. યજમાન ટીમના પેસર મિશેલ સ્ટાર્કે ૪ વિકેટ લીધી હતી અને પેટ કમિન્સે ૩ વિકેટ લીધી હતી.