કોહલીના નવા વલણોએ ટીમમાં દરેક મુશ્કેલીમાંથી લડવાની ટેવ નાંખી છે: સ્ટીવ વો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે. સ્ટીવ વોનું માનવું છે કે વિરાટ કોહલીના નવા વલણોએ ટીમમાં દરેક મુશ્કેલીમાંથી લડવાની ટેવ નાખી છે. આજ કારણે આ ટીમ હવે ડરતી નથી અને વિરોધીઓને તેમના જ અંદાજમાં જવાબ આપે છે. સ્ટીવ વૉએ આ વાતો પોતાની નવી ડોક્યુમેન્ટ્રી કેપ્ચિંરગ ક્રિકેટ સ્ટીવ વો ઇન ઈન્ડિયામાં કહી છે. સ્ટીવ વૉએ કહૃાું કે ભારતીય ટીમની વિચારવાની રીતમાં બદલાવ લાવવાનો શ્રેય પણ વિરાટ કોહલીને આપ્યો છે.

તેમણે કહૃાું કે મને કોહલી એટલે પસંદ છે કેમ કે ભારતીય ટીમના બદલેલા વલણો પાછળ તે જ છે. તેણે સાથી ખેલાડીઓમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ન ડરવાનું વલણ ઉત્પન્ન કર્યુ છે. દરેક વસ્તુનો સામનો કરવાનો વિશ્ર્વાસ અપાવ્યો અને એમ જણાવ્યું કે કોઈ પણ લક્ષ્યને મેળવી શકે છે. તે આધુનિક યુગનો હીરો છે. સ્ટીવ વોએ આ સિવાય આ ડોક્યુમેન્ટ્રીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે પણ ભારતીય યુવા ક્રિકેટરોના વિચારમાં આવેલા બદલાવાનું એક કારણ ગણાવ્યું છે.

રાહુલ દ્રવિડનું માનવું છે કે ભારતના યુવાનો આજે પણ માને છે કે તે કંઈ પણ મેળવી શકે છે. તેમની પાસે હંમેશાથી સમજ અને ક્ષમતા હતી. જેને હવે એક સિસ્ટમનો પૂરો સપોર્ટ મળી રહૃાો છે અને આ સિસ્ટમ યુવા ખેલાડીઓના ટેલેન્ટને સારી રીતે સામે લાવી રહૃાું છે. રિટાયરમેન્ટ બાદ જ યુવા ખેલાડીઓને શોધી રહૃાા છે. તેઓ અંડર-૧૯ અને ઈન્ડિયા-છ ટીમના કોચ પણ રહૃાા છે. હાલમાં તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ અકાદમીના હેડ છે.