કોહલીની ગેરહાજરીમાં રહાણે પર કપ્તાનીનું દબાણ નહિ હોય: ગાવસ્કર

ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહૃાું કે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ દરમિયાન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અિંજક્ય રહાણે પર કપ્તાનીનું કોઈ દબાણ નહિ હોય.” ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ૧૭ ડિસેમ્બરે એડિલેડ ખાતે રમાશે. તે પછી વિરાટ પેટરનિટી લિવ પર જશે. વાઇસ કેપ્ટન રહાણે અંતિમ ત્રણ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે.
ગાવસ્કરે કહૃાું કે, રહાણે પર કોઈપણ પ્રકારનું દબાણ નહિ હોય. તેણે આ પહેલાં બે વાર કપ્તાની કરી છે અને બંને વખતે ભારત જીત્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાલા ખાતે અને અફઘાનિસ્તાન સામે બેંગલુરું ખાતે ટીમને જીત અપાવી હતી. ગાવસ્કરે કહૃાું કે, તેના પર દબાણ નહિ હોય કારણકે તે જાણે છે કે, તે ૩ ટેસ્ટ માટે સ્ટેન્ડ-ઇન-કેપ્ટન છે. તે કપ્તાન તરીકે મારે શું કરવાનું છે તેવા વિચાર હેઠળ નહિ હોય. તે બેટ્સમેન તરીકે નેચરલ રમત રમીને યોગદાન આપવા માગશે. તેમજ ચેતેશ્ર્વર પુજારાને ક્રિઝ પર ટકી ઓસ્ટ્રેલિયા સામે હાવી થવામાં મદદ કરશે.