કોહલી અને ગાંગુલીને ફેન્ટેસી લીગ એપ્સને સમર્થન આપવા બદલ હાઇકોર્ટે ફટકારી નોટિસ

આઈપીએલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ દરમિયાન વિરાટ કોહલી અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને મદ્રાસ હાઈકોર્ટ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. આઈપીએલમાં વિરાટ કોહલી અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને આઈપીએલમાં મદ્રાસ હાઈકોર્ટની નોટિસ મળી છે. ઓનલાઇન ફેન્ટસી સ્પોર્ટ્સ એપ્લિકેશનની જાહેરાત સંબંધિત હાઇકોર્ટે આ નોટિસ પાઠવી છે. જસ્ટિસ એન કિરુબાકરણ અને મદુરાઇ બેંચના બી પુગલેન્ધીએ આવી એપ્સની જાહેરાત કરનારા એક્ટર પ્રકાશ રાજ, તમન્ના રાણા, સુદીપ ખાન જેવા હસ્તીઓને નોટિસ મોકલી છે. કોર્ટે ૧૯ નવેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.
આ કેસમાં આ અરજી મોહમ્મદ રિઝવી નામના વકીલ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં તમિલનાડુમાં આ એપ્સ દ્વારા પૈસા ગુમાવ્યા બાદ કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ રિઝવીએ આ પગલું ભર્યું હતું. કોર્ટે કહૃાું કે એપ્લિકેશનના માલિકો હસ્તીઓનાં નામનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહૃાા છે. આ વર્ષે ઓગસ્ટમાં કોહલી પર પણ આવો જ કેસ નોંધાયો હતો.ચેન્નઇના વકીલે ઓનલાઇન જુગાર પર પ્રતિબંધ લગાવવા અરજી કરી હતી.