કોહલી ટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર

  • એક ટીમ વતી સૌથી વધુ ટી-૨૦ મેચ રમનાર ખેલાડી બન્યો વિરાટ

    આઇપીએલની ૧૩મી સિઝન વિરાટ કોહલી માટે હજુ સુધી ધમાકેદાર રહી નછી. આ ઉપરાંત સોમવારે દિલ્હી કેપિટલ્સ સામે આરસીબીને ૫૯ રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ મેચમાં વિરાટ કોહલીએ બે ખાસ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. એક તો ટી૨૦ ક્રિકેટમાં તેના ૯૦૦૦ રન પૂરા થઈ ગયા છે તો તે કોઈપણ એક ટીમ માટે સૌથી વધારે ટી૨૦ મેચ રમનાર ખેલાડી બની ગયો છે.
    દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં ઉતરતાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ એક રેકોર્ડ બનાવી દીધો હતો. દૃુબઈમાં સોમવારે કોહલી જ્યારે મેદાન પર ઉતર્યો તો તે એક ટીમ માટે સૌથી વધારે ટી૨૦ મેચ રમનાર ખેલાડ બની ગયો. કોહલીની આ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ૧૯૭ મેચ હતી. જે કોઈપણ એક ટીમ માટે સૌથી વધારે ટી૨૦ મેચ છે. કોહલીએ જેમ્સ હિલડ્રેથનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે સમરસેટ માટે ૧૯૬ ટી૨૦ મેચ રમી છે.
    દૃુબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે વિરાટ કોહલીઅએ ૪૩ રનની ઇનિંગ રમી હતી. પણ તે પોતાની ટીમને ૫૯ રનોની મોટી હારથી બચાવી શક્યો ન હતો. દિલ્હીની ટીમ સામે ૧૦ રન બનાવતાંની સાથે જ તે ટી૨૦ ક્રિકેટમાં ૯ હજાર રન પૂરા કરનાર દૃુનિયાનો ૭મો બેટ્સમેન બની ગયો છે અને ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે. ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધારે રનની વાત કરીએ તો ક્રિસ ગેઈલ આ લિસ્ટમાં સૌથી આગળ છે. ગેઈલના નામે ૪૦૪ મેચમાં ૧૩૨૯૬ રન છે. જે બાદ કાયરન પોલાર્ડ ૧૦૩૭૦ રન બનાવીને બીજા ક્રમે છે. પોલાર્ડે કુલ ૫૧૭ મેચ રમી છે.