કોહલી ૨૮ કરોડ ખર્ચવા તૈયાર હતો તે ખેલાડીને એક પણ ટીમે ખરીદ્યો નહિ

આઈપીએલ ૨૦૨૧ ઓક્શન બધી ૮ ટીમોએ મળીને ૫૭ ખેલાડીઓને ખરીદ્યા. પંજાબે સૌથી વધુ ૯ ખેલાડીની ખરીદી કરી. તો ચેન્નાઈએ ૬, દિલ્હી-કોલકતા અને રાજસ્થાને ૮-૮ ખેલાડી ખરીદ્યા. મુંબઈએ ૭ અને બેંગ્લોરે ૮ ખેલાડી ખરીદ્યા. તો હૈદારાબાદે સૌથી ઓછા ૩ ખેલાડી ખરીદ્યા. પરંતુ આ હરાજીમાં કેટલાક ખેલાડીઓ એવા રહૃાા જેની પર કોઈએ બોલી ન લગાવી. એવામાં એક ખેલાડી એવો હતો જેના પર વિરાટ ૨૮ કરોડ ખર્ચવા તૈયાર હતો પરંતુ તેના પર કોઈએ બોલી જ ન લગાવી.

ગયા વર્ષે બેંગ્લોરે શ્રીલંકાના બોલર ઈસરૂ ઉડાનાને ખરીદ્યો હતો. તેના માટે બંગ્લોરે ૫૦ લાખ ખર્ચ કર્યા હતા, જો કે તે સમયે બેંગ્લોરના ક્રિકેટ ડાયરેક્ટર માઈક હેસને કહૃાું હતું કે, આ ખેલાડી માટે અમે ૨૮ કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ. પરંતુ આઈપીએલ ૨૦૨૦માં તેનુ પ્રદર્શન ખુબ ખરાબ રહૃાું હતું. ઉડાનાએ ૧૦ મેચમાં માત્ર ૮ વિકેટ લીધી હતી અને આ દરમિયાન તેની ઈકોનોમી ૯ રન પ્રતિ ઓવર રહી હતી. આ કારણે બેંગ્લોરે તેને રિલિઝ કર્યો આ અને આ વર્ષે તેને કોઈએ ન ખરીદ્યો.

બિગ બેસ લીગમાં ધમાકો મચાવનાર ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સ પર આ વર્ષે કોઈએ બોલી ન લગાવતા સૌને આશ્ર્ચર્ય થયું હતું. હેલ્સે બિગ બેશમાં સૌથી વધુ ૫૪૩ રન બનાવ્યા હતા અને તેમા તેમણે ૩૦ સિક્સર પણ ફટકારી હતી અને તેની સ્ટ્રાઈક રેટ ૧૬૦ની હોવા છતા આઈપીએલમાં કોઈએ તેના પર દાવ ન લગાવ્યો.

ઓસ્ટ્રિલિયાના ખેલાડી માર્નશ લાબુશેને પણ કોઈ ટીમે ખરીદ્યો નથી. લાબુશેન તાજેતરમાં જ રમાયેલી બિગ બેશ લીગમાં ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો હતો. આ ખેલાડીએ ૬ મેચમાં ૧૦ વિકેટ લીધી હતી અને સાથે ૨૯.૩૩ની સરેરાશથી ૧૭૬ રન પણ બનાવ્યા હતા. પરંતુ આઈપીએલમાં તેના પર કોઈએ રસ દાખવ્યો ન હતો.

સંદીપ લમિછાને: છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હીનો ભાગ રહેલા લેગ સ્પિનર સંદીપ માટે આઈપીએલ ૨૦૨૧ની હરાજી નિરાશાજનક રહી હતી. આ લેગ સ્પિનર ઉપર આ વર્ષે કોઈએ બોલી લગાવી ન હતી. સંદીપને છેલ્લા ત્રણ વર્ષથી હરાજીમાં ૨ કરોડ મળતા હતા પરંતુ આ વર્ષે દિલ્હીએ તેને રિલિઝ કરી દીધો અને કોઈએ તેના પર બોલી લગાવી.

એરોન ફિન્ચ નુ નામ ટિ-૨૦ ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેન તરીકે આવે છે પરંતુ આ વર્ષે આઈપીએલ ૨૦૨૧ તેને કોઈએ ખરીદ્યો નથી. ગયા વર્ષે એરોન ફિન્ચને બેંગ્લોરની ટીમે ૪.૪૦ કરોડમાં ખરીદ્યો હતો પરંતુ ગયા વર્ષે તે ૧૨ મેચમાં માત્ર ૨૬૮ રન જ બનાવી શક્યો હતો.

જેસન રોય પણ ઈંગ્લેન્ડના સૌથી વિસ્ફોટક ખેલાડીઓમાનો એક છે પરંતુ આઈપીએલ ૨૦૨૧મા તેને કોઈ પણ ટીમે મોકો આપ્યો નથી. જેસન રોયે તાજેતરમાં જ બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ માટે ૧૨ મેચમાં ૩૫૫ બનાવ્યા હતા પરંતુ તેનો ફાયદો તેને આઈપીએલમાં મળ્યો નહીં.