કૌશલ્યને નીખારતા રહેવું જ વર્તમાન સમયમાં પ્રસ્તુત રહેવાનો મંત્ર: મોદી

 • સ્કિલ ઈન્ડિયા મિશનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે પીએમનું વર્ચ્યુઅલ સંબોધન
 • નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની તાકાત બનશે, આજનો યુગ સ્કિલ, રી-સ્કિલ અને અપસ્કિલનો છે, સમય અનુસાર સ્કિલમાં બદલાવ કરવો જરૂરી

  ન્યુ દિૃલ્હી,
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેના પ્રસંગે બુધવારે ડિજિટલ કોક્ધલેવમાં સંબોધન કર્યું હતું. તેમણે કહૃાું કે દૃેશના યુવાનોને વિશ્ર્વની જરૂરિયાતો વિશે ચોક્કસ માહિતી આપવાની કોશિશ કરી રહૃાાં છીએ. નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની મોટી તાકાત બનશે. સફળ વ્યક્તિની એ નિશાની હોય છે કે તે દરેક સ્કીલ વધારવા માટે નવીનવી તકો શોધે છે. કઈક શીખવાની ઈચ્છા ન થવાથી જીવન થંભી જાય છે.
  સ્કિલ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. સફળ વ્યક્તિની એ નિશાની હોય છે કે તે સ્કીલ વધારવા માટેની કોઈ તકને જવા દૃેતો નથી પરંતુ નવી-નવી તકો શોધતો રહે છે. કઈ શીખવાની ઉત્સુકતા ન હોય તો જીવન અટકી જાય છે. સ્કિલ પ્રત્યે આકર્ષણ જીવવાની તાકાત આપે છે.
  હું યુવા અવસ્થામાં ટ્રાઈબલ બેલ્ટમાં વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો. એક વખત એક સંસ્થા સાથે કામમાં જવાનું હતું પરંતુ ગાડી ચાલી શકી નહિ. મિકેનિકને બોલાવ્યો તો તેણે ૨ મિનિટમાં ગાડી રિપેર કરી દીધી. તેણે ૨૦ રૂપિયા માંગ્યા. એક સાથીએ કહૃાું ૨ મિનિટના કામના ૨૦ રૂપિયા લઈ રહૃાાં છો. મિકેનિકે કહૃાું- ૨ મિનિટના ૨૦ રૂપિયા નથી પરંતુ ૨૦ વર્ષથી કામ દ્વારા જે સ્કિલ પ્રાપ્ત કરી છે, તેની કિંમત લઈ રહૃાો છું. આ સ્કીલની તાકાત છે.
  તમે બુક્સમાં વાંચી શકો છો, યુ-ટયુબ પર જોઈ શકો છો કે સાયકલ કઈ રીતે ચાલે છે. આ બધુ નોલેજ છે. જોકે તમને નોલેજ હોય તો તમે સાયકલ ચલાવી શકશો તે જરૂરી નથી. જોકે સ્કિલ છે તો તમે સાઈકલ ચલાવી શકો છે. આજે દૃેશમાં નોલેજ અને સ્કિલમાં જે અંતર છે, તેને જોતા જ કામ થઈ રહૃાું છે. આજથી ૫ વર્ષ પહેલા આજના દિવસે સ્કિલ ઈન્ડિયા મિશન આ બાબતને ધ્યાનમાં રાખીને જ શરૂ કરવામં આવ્યું હતું.
  હાલ એવી કોશિશ કરવામાં આવી રહી છે કે દૃેશના યુવાનોને અન્ય દૃેશોની જરૂરિયાત વિશે સાચી અને ચોક્કસ માહિતી મળી શકે. ક્યાં દૃેશમાં હેલ્થ સર્વિસમાં કઈ તકો ઉપલબ્ધ છે. ક્યાં સેકટરમાં કઈ તકો છે. તેની માહિતી યુવાઓને ઝડપથી મળી શકે. મર્ચન્ટ નેવીનું ઉદાહરણ લેવામાં આવે તો સેલરની સૌથી વધુ જરૂર છે. આપણે વિશ્વને લાખો સેલર આપી શકીએ છીએ અને આપણી કોસ્ટલ ઈકોનોમિને મજબૂત કરી શકીએ છીએ.
  શ્રમિકોની સ્કિલના મેિંપગ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ સ્કિલ્ડ લોકોને, સ્કિલ્ડ શ્રમિકોનું મેપીંગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેનાથી એમ્પલોયર એક ક્લિકમાં જ સ્કિલ્ડ મેપવાળા વર્કર્સ સુધી પહોંચી શકશે. નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની બહુ મોટી શક્તિ બનશે.
  વૈશ્વીક મહામારીમાં આપણે વારંવાર એ વાતનું પુનરાવર્તન કરી રહૃાાં છીએ કે આપણે સ્વસ્થ રહીએ, બે ગજ અંતરનું પાલન કરતા રહીએ, માસ્ક પહેરવાનું ન ભૂલીએ, થૂંકવાની આંદત બધાને છોડવા માટે સમજાવતા રહીએ. જે કામ માટે આજે એકત્રિત થયા છો, તેના મંત્રને હમેશા યાદ રાખો કે કેટલા પણ ભણેલા-ગણેલા કેમ ન હોવ, નવી-નવી સ્કિલ વધારતા રહો. તેનાથી જિંદગી જીવવાની મજા આવશે.