ક્રાંકચમાં પરીણિતાનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતી સોનલબેન અશોકભાઇ ડાવેરા ઉ.વ.31 ના પતિ આર્થીક સકડામણમાં રહેતા હોય.છતા પણ પોતે અવારનવાર ઘરમાંનવી વસ્તુઓ લેવા માંગણીઓ કરતી હોય.નવી ઘરઘંટી લેવાની વાત કરતા પતિએ ના પાડતા પોતેને લાગી આવતા ઘરના ઠેલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પતિ અશોકભાઇ સાર્દુલભાઇ ડાવેરાએ લીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.