ક્રાઇમ પેટ્રોલ જેવી ઘટના : રાજુલાનાં પીપાવાવમાં લેબર સુપરવાઇઝર શ્રી ત્યાગીના હત્યારા કોણ ?

અમરેલી,
રાજુલા પંથકમાં થયેલી હત્યા અને તેના ભેદ ભરમથી ખળભળાટ મચી ગયો છે અને ક્રાઇમ પેટ્રોલ જેવી આ ઘટનામાં રાજુલાનાં પીપાવાવમાં ખાનગી કંપનીના લેબર સુપરવાઇઝર અનિલકુમાર ત્યાગીના હત્યારા કોણ ? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે પણ હત્યા કરી કંપનીની પાછળ લાશને દાટી દેવા સુધીની ઘટનાના રહસ્યમય તાણાવાણા હજુ વણ ઉકેલ છે અને હત્યા કેવી રીતે કરાઇ છે તે જાણવા યુપીના વતનીની લાશને ભાવનગર ખસેડાઇ છે.