ક્રિએટિવ લખાણમાં  વિષયોગ કામ લાગે છે

  • તા. ૭.૯.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ ભાદરવા સુદ બારસ, ઉત્તરાષાઢા  નક્ષત્ર, શોભન  યોગ, બવ    કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ  મકર (ખ,જ) રહેશે .

 

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ)           : દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) :  પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

મનના કારક ચંદ્ર મહારાજ શનિદેવ સાથે વિષયોગની રચના કરી રહ્યા છે. ચંદ્રમા અને શનિ જ્યારે એકસાથે ગોચર કરે છે ત્યારે વિષ યોગનું નિર્માણ થાય છે. કારણ કે ચંદ્રમા લગભગ ૨૮  દિવસ દરેક રાશિમાં એકવાર ચક્કર લગાવે છે, જેના કારણે એક માસમાં તે અવશ્ય શનિ પાસેથી નીકળે છે અને આ યોગ દરેક માસમાં એકવાર જરૂરથી બને છે. જયારે જયારે ગોચરમાં વિષયોગ બને છે ત્યારે ઘટનાઓમાં કોઈને કોઈ રીતે ગતિરોધ આવતો જોવા મળે છે. આ સમયમાં મનના સ્વામી ચંદ્ર ડિસ્ટર્બ થતા હોય મનની સ્થિતિ ડામાડોળ થતી જોવા મળે ઘણીવાર મનને ઉદાસી ઘેરી વળતી જોવા મળે. આમ પણ મન આપણને સત્ય કરતા એક કલ્પનાની દુનિયામાં વધુ લઇ જતું હોય છે અને મન દ્વારા ઉભા કરેલા ખયાલો વાસ્તવિકતાથી સાવ અલગ જ હોય છે. શનિ ચંદ્ર મળે છે ત્યારે માર્ગ પર પણ ગતિરોધ જોવા મળે છે અને ઘણી જગ્યા એ ટ્રાફિક જામ થતો અને અકસ્માતો પણ જોવા મળે છે જો કે જે ફિલ્ડમાં કલ્પનાશીલતાથી કામ લેવાનું છે જેમકે કવિતા કે વાર્તા કે કઈ પણ ક્રિએટિવ લખાણ ત્યારે આ વિષયોગ કામ લાગે છે વળી સારા સારા ફિલ્મ સર્જકોમાં પણ આ યોગ જોવા મળે છે જે તેને ઉંચાઈ પર લઇ જાય છે પણ વ્યક્તિને અંદરથી મન થી દુઃખી પણ કરે છે.