ક્રિકેટર ઝહિર ખાન બનશે પિતા: પત્ની સાગરિકા પ્રેગ્નેન્ટ

લોકડાઉન બાદ ભારતીય ક્રિકેટરોને એક બાદ એક ખુશખબર મળતી જ રહે છે. પહેલાં હાર્દિક પંડ્યાના બેબીની વાત હોય કે પછી વિરાટ અને અનુષ્કા શર્માના ઘરે નાના મહેમાનની ખુશખબર હોય, હવે આ ઈન્ડિયન ક્રિકેટરોની પેરેન્ટ લીગમાં વધુ એક ઝહીર ખાનનું નામ જોડાવવા જઈ રહૃાું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઝહીરની પત્ની સાગરિકા હાલ પ્રેગ્નેન્ટ છે.
વર્ષ ૨-૦૧૭માં ઝહીર ખાને ચક દૃે ઈન્ડિયા ફિલ્મ ફેમ સાગરિકા ઘાટકે સાથે લગ્ન કર્યા હતા. અને હાલ આ બંને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે યુએઈમાં છે. એક અગ્રેજી અખબારના દાવા પ્રમાણે ઝહીર અને સાગરિકાના દોસ્તોએ આ વાતની પુષ્ટિ કરી છે કે, બંને પેરેન્ટ્સ બનવાના છે. જો કે, આ મામલે હજુ સુધી સાગરિકા અને ઝહીરે પોતાના ફેન્સને ખુશખબરી આપી નથી.
હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સે ઝહીર ખાનનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન સાગરિકા ઘાટકે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. ઝહીરના બર્થ ડે પર સાગરિકાએ સોશિયલ મીડિયામાં એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી.