ક્રિસમસ પર વરુણ- સારાની ફિલ્મ રિલીઝ પહેલાં પોલીસ ફરિયાદમાં

વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ’કૂલી નંબર ૧’ રિલીઝ પહેલાં જ વિવાદમાં પડી ગઈ છે. ભાજપ ચિત્રપટ કામગાર અઘાડીના અધ્યક્ષ વિજય સરોજે કહૃાું કે આ ફિલ્મની ગેરકાયદેસર રીતે થિયેટર રિલીઝની તૈયારી થઇ રહી છે. રિપોર્ટ્સ મુજબ, નાસિક સ્થિત સાઈ સમર્થ ટોકીઝે ફિલ્મને ખોટી રીતે ડાઉનલોડ કરી અને તેની પાઈરેટેડ કોપી થિયેટરમાં સ્ક્રીનિંગ કરવાની યોજના છે.
એક રિપોર્ટ અનુસાર વિજય સરોજે કહૃાું કે થિયેટર આ ફિલ્મના પોસ્ટ શેર કરી રહૃાા છે. આ ફરિયાદ બાદ ફિલ્મ ટ્રેડ યુનિયને પોલીસને ફરિયાદ કરી અને કહૃાું કે આ કોપીરાઈટ એક્ટ ૧૯૫૭નું ઉલ્લંઘન છે. ’કૂલી નંબર ૧’ ડિરેક્ટર ડેવિડ ધવનની છે જે ૨૫ ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. હાલ ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી આ જ નામની સુપરહિટ ફિલ્મની રીમેક છે જેમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર લીડ રોલમાં હતા અને ડિરેક્ટર ડેવિડ ધવન હતા.
જૂની ’કૂલી નંબર ૧’માં કાદર ખાન, સદાશિવ અમરાપુરકર, શક્તિ કપૂર અને કંચન પણ મહત્ત્વના રોલમાં હતા. નવી ફિલ્મમાં તેમની જગ્યાએ પરેશ રાવલ, જાવેદ જાફરી, રાજપાલ યાદવ અને શિખા તલસાનિયા છે.