ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી એસ્ટ્રાજેનેકાની કોરોના રસી

કોરોના વાયરસની રસી શોધવામાં દરેક દૃેશ લાગ્યો છે. આ વચ્ચે અમેરિકાને ટૂંક સમયમાં ખુશ ખબર મળી શકે છે. કારણ કે, એસ્ટ્રાજેનેકાની કોરોના રસી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે.
વિશ્વના મોટાભાગના દૃેશોને જીવલેણ કોરોના વાયરસે ભરડામાં લઈ લીધા છે. વધી રહેલા મહામારીના કહેર વચ્ચે દરેક દૃેશ તેની રસી શોધવામાં લાગ્યો છે. આ દરમિયાન જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકી કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોવિડ ૧૯ની રસીનું ક્લિનિકલ ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમ પણ કહૃાું કે, કોરોનાની આ દવાને ટૂંક સમયમાં મંજૂરી પણ મળી શકે છે. ટ્રમ્પે કહૃાું, ’મને જણાવતાં ખુશી થઈ રહી છે કે, કોરોનાની રસી વિકસિત કરી રહેલી એસ્ટ્રાજેનેકાની રસી પોતાના ટેસ્ટ માટે ત્રીજા તબક્કામાં પહોંચી ચૂકી છે. આ તેવી રસીની યાદીમાં સામેલ થઈ ચૂકી છે જે બનવાની ઘણી નજીક છે. લોકોને લાગી રહૃાું હતું કે, આ અશક્ય છે પરંતુ અમે અમેરિકામાં આ કરી બતાવ્યું’.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહૃાું કે, કોવિડ-૧૯ની રસી બનાવવામાં ઘણો સમય લાગી શકતો હતો, પરંતુ તેમના તંત્રએ આ કામ થોડા મહિનામાં જ કરી બતાવ્યું. તેમણે કહૃાું કે, દૃેશના ૩૦ હજાર વોલેન્ટિયર્સ પર કોરોનાની રસીનું ટ્રાયલ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર અમેરિકામાં હાલ ઓપરેશન વાર્પ સ્પીડ ચલાવી રહૃાું છે. જે અંતર્ગત કોરોના સામે લડવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
અમેરિકામાં એસ્ટ્રાજેનેકાની રસીનું ત્રીજા તબક્કાના ટ્રાયલમાં પહોંચવું તે પણ વાર્પ સ્પીડનો જ એક ભાગ છે. આ ઓપરેશનનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૧ સુધીમાં કોરોનાની સુરક્ષિત અને ૩૦ કરોડ સપ્લિમેન્ટ તૈયાર કરવાનો છે.