- સમ્પનું પાણી વોકળામાં જવાના બદલે સીધું ખેડુતોના ખેતરમાં ઘુસી જાય છે
બાબરા તાલુકાના ખંભાળા ગામના ખેડૂતો સોની યોજના લિંક4માં બનાવવામાં આવેલ પાણીનો સમ્પના કારણે પરેશાન છે કારણ કે અહીં સમ્પમાંથી છોડવામાં આવતું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસી જાય અને ધોવાણ થતા જમીન અને પાક ને નુકશાન થાય છે જેના કારણે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા રજુઆત પણ કરવામાં આવેલ છે. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને આ બારાની રજુઆત મળતા તેઓ દ્વાર જિલ્લા કલેક્ટર તેમજ સિંચાઈ વિભાગને પત્ર લખી ખેડૂતોના પ્રશ્ન નું નિવારણ કરવા જણાવ્યું છે ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ સિંચાઈ વિભાગને પત્ર લખી જણાવ્યું છે કે બાબરા તાલુકાના ખંભાળા ગામના ખેડૂત લઘુભાઈ નરસિંહભાઈ જાદવ તેમજ ધીરુભાઈ તલશીભાઈ જમોડ આ બને ખેડૂતોને સોની યોજના લિંક 4માં બનાવવામાં આવેલ પાણીના સમ્પના કારણે પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહ્યો છે કારણ કે સમ્પનું પાણી બાજુમાં આવેલ વોકળામાં જવાના બદલે સીધું ખેતરમાં આવે છે જેના કારણે ખેતરમાં વાવેતર ને ભારે નુકસાન પહોંચે છે .ત્યારે સમ્પનું પાણી ખેતરમાં જતું અટકાવવા કેનાલ બનાવી પાળા પાસે આર સીસી ની દીવાલ કરવી જોઈએ જેથી ખેડૂતોને કાયમી સમસ્યાઓમાંથી મુક્તિ મળે કારણ કે અહીં જયારે પાણી છોડવામાં આવે ત્યારે આ મુશ્કેલીઓ ઉભી થાય છે જેના કારણે ખેડૂતો ભારે ઉપાધિઓ મુકાયા છે