ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ટ્રકમાં ઓચિંતા આગ લાગી

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર સવારે એક ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ આગને ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. જ્યારે ઘટનાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ નુકસાની અંગેની કોઈ વિગત હાલ પ્રાપ્ત થઈ નથી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આશરે ૧૫ કિલોમીટર દૃૂર કજૂરડા ગામ પાસે સ્થિત એક ખાનગી કંપનીની નજીકના હાઇ-વે માર્ગ પર માલસામાન ભરેલા એક ટ્રકમાં આગ ભભૂકી ઊઠી હતી. કોઈ અકળ કારણોસર લાગેલી આ આગને ખાનગી કંપનીના ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આગના આ બનાવથી થોડો સમય વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જો કે, નુકસાની અંગેની કોઈ સત્તાવાર વિગત સાંપળેલી નથી.