ખગ્રાસ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં થઇ રહ્યું છે

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

આજરોજ મંગળવારને ઉત્પત્તિ એકાદશી છે. આવતીકાલ થી ડિસેમ્બર માસ શરુ થશે અને નેપ્ચ્યુન માર્ગી બનશે. 2 ડિસેમ્બરે સૂર્ય મહારાજ જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે વાતાવરણમાં સૂકો ઠંડો પવન અને ઠંડી લાવનાર બનશે. 4 ડિસેમ્બરને શનિવારે દર્શ અમાસ છે અને મંગળ મહારાજ આ જ દિવસે પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે વળી 4 ડિસેમ્બરને શનિવારે જ ખગ્રાસ સૂર્યગ્રહણ આવી રહ્યું છે આમ કારતક માસનો અંતિમ દિવસ 4 ડિસેમ્બર અનેક ગોચરીય ઘટનાઓ લઈને આવી રહ્યો છે જેની ઘણી દૂરગામી અસરો જોવા મળશે. 4 ડિસેમ્બરને શનિવારે થતું ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું નથી પરંતુ વિશ્વભરમાં તેની અસર જોવા મળશે. મંગળના વૃશ્ચિક રાશિ પ્રવેશ વખતે જ આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં થઇ રહ્યું છે જે બે દેશો વચ્ચે ઘર્ષણ વધારનાર સેનાને મુખ્ય ભૂમિકામાં લાવનાર અને આતંકી ગતિવિધિ તેજ થાય તેવા સંકેતો આપે છે. આ સમયે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-સૂર્ય-બુધ-કેતુ હશે અને બીજે દિવસે વહેલી સવારે મંગળ મહારાજ પ્રવેશ કરશે જે ગોચરની દ્રષ્ટિએ મોટી ઘટના ગણી શકાય અને વૃશ્ચિક રાશિમાં પાંચ ગ્રહોની યુતિ જોવા મળશે જે આ ગ્રહણને નોંધનીય બનાવે છે તથા વિશ્વસ્તરે તેના અનેક પરિણામો સામે આવતા જોવા મળે. શનિવારે અમાસ આવતી હોય અને ગ્રહણ હોય સાધના અને અનુષ્ઠાન માટે આ દિવસ શ્રેષ્ઠ રહેશે.