ખડસલીના પાટિયા નજીક બે કાર સામસામી ધડાકાભેર અથડાઇ

સાવરકુંડલા,સાવરકુંડલાના ખડસલીના પાટિયા નજીક બે કાર સામસામી ધડાકાભેર અથડાતા કારમાં બન્ને સવાર 5 મુસાફરોને ઇજાઓ થતા તાત્કાલિક 108 વડે પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. સાવરકુંડલાના કરજાળાના કથરોટિયા પરિવારના લોકો કામ સબબ મહુવા તરફ જતા જતા ત્યારે મહુવાના તરેડ ગામથી સાવરકુંડલા તરફ આવી રહેલ કાર સામસામી ટકરાઈ ગઈ હતી ને કારમાં સવાર અશ્વિન છગનભાઇ કથરોટિયા (ઉ.વ.45), રવિ મધુભાઈ કથરોટિયા (ઉ.વ.30) બને રહેવાસી કરજાળા ને ઇજાઓ થઈ હતી તો સામે રમેશ કાપડી (ઉ.વ.65), કરશન મકવાણા (ઉ.વ.55) અને છાયાબેન મકવાણા (ઉ.વ.22) ને ઇજાઓ થતા તાત્કાલિક 108 ના ઇ.એમ.ટી. જગદીશ સોલંકી અને પાયલોટ ગૌતમ કુબાવત ઘટનાસ્થળે પહોચીને ઇજાગ્રસ્તોને સારવાર આપી સાવરકુંડલા સિવિલ ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે 108 માં અમરેલી રીફર કરવામાં આવ્યા હતા.