ખડસલીને સેનેટાઇઝ કરવામાં આવ્યુ

વિજપડી, આજે સમગ્ર વિશ્વમાં કોરોના ની વેશ્વીક મહામારી છે ત્યારે ખડસલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચેતનભાઈ માલાણી અને તલાટી મંત્રી દિલીપભાઇ પડ્યાં દ્વારા ગામ માં કોરોના ની મહામારી ન ફેલાય અને સમગ્ર ગામ ને આરોગ્ય સુખાકારી માટે સેનેટાઈજ કરવામાં આવ્યું.તેમજ આ કામગીરી માં પીડિલાઈટ સંસ્થા દ્વારા ટ્રેક્ટર અને પંપ ની વ્યવસ્થા કરવામાં આવી.સેનેટાઈજ કરવામાં જરૂરી દવાઓના દાતા લોકશાળા ના આચાર્ય શ્રી પ્રવિણભાઈ પટેલ અને વેટરનરીકોલેજ ના આચાર્ય શ્રી ડો.કૃણાલ બદાણી દ્વારા અને સેનેટાઈઝ કરવામાં શૈલેષભાઈ ભંડેરી અશ્વીનભાઈ વાટલિયા વિપુલ વાઘેલા રમેશભાઈ ભંડેરી ભોજાભાઈ જોગરાણા ભાવેશભાઈ જોગરાણા ચિરાગભાઈ વાટલિયા અને રમેશભાઇ ભંડેરી ઘનશ્યામભાઈ ગોંડલીયા એ જહેમત ઉઠાવી.તેમજ ગ્રામ પંચાયત દ્વારા થર્મોમીટર વસાવી સુરત થી આવતા દરેક લોકો નું થર્મલ સિકરીનિગં કર્યા બાદ જ પોતાના ઘરે જવા દેવા માં આવે છે અને આશા વર્કરઅને આંગણવાડી વર્કર દ્વારા સપ્તાહ માં બે વખત દરેક ગ્રામજનો નું સ્ક્રીનીંગ કરવામાં આવે છે.તેમ સમીર ખોખરે જણાવેલછે.