ખમૈયા કરો મેઘરાજા : અમરેલી જિલ્લો લીલા દુષ્કાળ ભણી

  • જિલ્લાભરમાં ખેતરોમાંથી પાણીની ધારાઓ ફુટી : કપાસ સડી ગયો, માંડવી પીળી પડી, તલ ગયાં
  • સાવરકુંડલા જાફરાબાદ વિસ્તારમાં તો કુવાઓમાંથી પાણી છલકાઇને બહાર આવી રહયા છે : માત્ર બે દિવસની વરાપને ધોઇ નાખતો ધીમી ધારનો વરસાદ

અમરેલી,
જિલ્લાભરમાં ખેતરોમાંથી પાણીની ધારાઓ ફુટી : કપાસ સડી ગયો, માંડવી પીળી પડી, તલ ગયાં છે ત્યારે ધરતીપુત્રોએ પોકાર પાડયો છે કે હવે ખમૈયા કરો મેઘરાજા કારણકે અમરેલી જિલ્લો હવે લીલા દુષ્કાળ ભણી ધકેેલાય રહયો છે સાવરકુંડલા જાફરાબાદ વિસ્તારમાં તો કુવાઓમાંથી પાણી છલકાઇને બહાર આવી રહયા છે અને માત્ર બે દિવસની નીકળેલી વરાપને છેલ્લા બે દિવસથી ધીમી ધારના વરસાદે ધોઇ નાખી છે.