ખાંભાથી રાજુલા આંબરડી રોડ ઉપર ખાડા પડતા ચોમાસાનું પાણી ભરાયું

ખાંભા, હજુ ત્રણ માસ પહેલા જ બનેલ ખાંભા રાજુલા આંબરડી રોડનો ભગવતીપરા ખાતે બાંધકામમાં રાખવામાં આવેલ સતીના કારણે પુલના બંને છેડે માટી ડામર કામ કરી ઉંચો લીધો ન હોવાથી ચોમાસામાં પાણી ભરાતા પ્રજાના ટેકસરૂપી નાણા પાણીમાં ગયા છે પુલના છેડે રહેઠાણ ધરાવતા મધ્યમ વર્ગના લોકોના ફળીયા અને મકાનમાં ગંદા પાણી ભરાતા સ્થાનીક લોકો મુશ્કેલીમાં મુકાયા છે