ખાંભાનાં અંતરિયાળ ગામડામાં 108માં જોડિયા બાળકનો જન્મ

108 સેવા સગર્ભા માટે આશીર્વાદ સાબીત થઈ રાજુલા, (જયદેવ વરૂ)
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી 108 સેવા સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ થઈ રહી છે.ખાંભા તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ગીર વિસ્તારના વાગધ્રા ગામની સગર્ભા માતાને અચાનક જ મધરાત્રીએ 02:46 કલાકે પ્રસુતિની પીડા ઉપડતાં 108 ને કોલ કરતા જ ગણતરીની મિનિટમાં જ 108 એમ્બ્યુલન્સ વાગધ્રા ગામ પહોંચી સગર્ભાની પ્રાથમિક તપાસ કરતા અસહનીય પીડા હોવાથી 108 ના ફરજ પરના ઈ એમ ટી દિલીપ પંડ્યા અને પાઇલોટ રાજુભાઈ બોરીસાગર પલ ભરનો પણ વિલંબ કર્યા વગર સગર્ભા ને એમ્બ્યુલન્સ મા લઇ જરૂરી પ્રાથમિક સારવાર આપી જઈ રહ્યા હતા તે દરમિયાન 108 કર્મચારીને પસુતી કરાવવાની ફરજ પડતા જ અમદાવાદ ખાતે બેઠેલા 108 ના ફિજીશિયન ડોકટર વિજય ની સુચના મુજબ જંગલ વિસ્તારમાં એમ્બ્યુલન્સ સાઈડમાં ઊભી રાખી ડોકટર ની ચૂસનાઓ મુજબ એમ્બ્યુલન્સ પરના કર્મચારીએ પ્રથમ એક બાળક નો જન્મ કરાવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે ગર્ભમાં હજી પણ એક બાળક છે તો ત્યારબાદ મહામહેનતે ફરી કુશળતાપૂર્વક બીજા બાળકનો પણ સફળ જન્મ કરવા માં આવ્યું. ત્યારબાદ સગર્ભા માતા અને બંને બાળકોને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં સગર્ભા ના પરિવારજનો દ્વારા 108 ના કર્મચારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના કુશળ આયોજનથી 108 સેવા થકી હજારો લોકોના જીવ બચી રહ્યા છે.અને ખરાઅર્થમાં માતા મરણ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં 108 નો સિંહ ફાળો રહ્યો છે.