ખાંભાનાં અનીડામાં પાકા મકાન ઉપર વૃક્ષ તુટી પડતા બે નાં મોત : એક ગંભીર

ખાંભા,ખાંભાના અનીડા ગામે આવેલી વાડીમાં ભારે પવનના કારણે પીપરનું વૃક્ષ તુટી મકાન ઉપર પડતા પાકુ મકાન ધરાશાયી થતા શ્રમિક પરિવારના બે બાળકોના મોત નિપજયા હતા જયારે એકને ગંભીર ઇજાઓ સાથે અમરેલી દવાખાને ખસેડાયા હતા આ બનાવની જાણ થતા પુર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ દોડી જઇ ઘટતી કાર્યવાહી કરાવી હતી.અનીડાના વિપુલભાઇ પરસોતમભાઇ વાડદોરીયાની વાડીમાં ભાગવું કામ રાખનારા મધ્યપ્રદેશનો પાંચ લોકોનો શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહયાો હતો ત્યારે અચાનક પવનસાથે વરસાદ આવતા ગણપત મોહન ભીડે અને રાજન મુકેશ ભીડે નામના 10 અને 15 વર્ષના બન્ને બાળકો તથા 25 વર્ષ ના કલમશી શેખડાભાઇ ભીડે દોડીને પીપર નીચે આવેલા પાકા મકાનમાં ગયા હતા. અને મોત સાદ પાડતું હોય તેમ ત્રણેય ખેતરમાંથીે મકાનમાં આવ્યા અને મકાન માથેની પીપર તુટી પડતા બેલા વાળુ પાકા સ્લેબનું મકાન પડી ગયું હતુ અને અંદર દબાયેલાને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઇ હતી જેમા ગણપત અને રાજના નામના બન્ને બાળકોના મોત નિપજયા હતા તથા કલમશીને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો હતો.