ખાંભાનાં જીવાપર ગામે બે કુટુંબીઓ વચ્ચે મારામારી

અમરેલી,
ખાંભા તાલુકાના જીવાપર ગામે રહેતા બે કુટુંબીઓ વચ્ચે લાકડી અને છુટા પથ્થર વડે સામસામી મારામારી થતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા તાલુકાના જીવાપર ગામે રહેતા ભરતભાઇ દેહાભાઇ પરમાર ઉ.વ.45ને વિજય રમેશ, રમેશ દેસા, વિલાસબેન રમેશભાઇએ ગાળો બોલી લાકડી વડે મારમારી છુટા પથ્થરના ઘા કરી ઇજા કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે વિલાસબેન રમેશભાઇ પરમાર ઉ.વ.40ને ભરત દેશા પરમારે ગાળો બોલી લાકડી વડે મારમારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.