ખાંભાનાં થોરડી રોડ પર ડુંગળી ભરેલ ટ્રેક્ટર પલ્ટી ગયું : એકનું મોત

  • ટ્રેક્ટરમાં ડુંગળી ભરી જતા હતાં અને બનેલી અકસ્માતની ઘટના

ખાંભા, સાવરકુંડલાનાં થોરડી રોડ પર ડુંગળી ભરેલ ટ્રેક્ટર પલ્ટી જતા એકનું મોત નિપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાનાં આદસંગ ખાભા રોડ ઉપર ગીર ગઢડા તાલુકાનાં ફાટસર ગામનાં નંદલાલભાઇ જીણાભાઇ ધાનાણી ઉ.વ.50 ડુંગળી ટ્રેક્ટરમાં ભરી જતા હતા ત્યારે ટ્રેક્ટર ઉંધુ પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે.