ખાંભાનાં નાના વિસાવદરમાં ટેમ્પાએ હડફેટે લેતા બાઇક ચાલક સહિત બે મોત

ખાંભા, ખાંભાનાં નાના વિસાવદર નજીક અકસ્માતમાં ટેમ્પાએ ડબલ સવારી બાઇક ચાલકને હડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બિજાનું અમરેલી ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગઇ કાલે બપોર પછીનાં પાંચ કલાકે વિસાવદરનાં રહીશ હિરપરા મનુભાઇ વિરજીભાઇ ઉ.વ.75 તેના મિત્ર ઇશ્ર્વરભાઇ બેચરભાઇ ગૌસ્વામી બંને મિત્રો મોટર સાયકલ લઇને ખાંભાદનાં નાના વિસાવદરથી પોતાની વાડીએ જતા હતા ત્યારે ચલાલા ખાંભા રોડ ઉપર વિસાવદરનાં ગેઇટ પરથી પસાર થતા નેશનલ હાઇવે ઉપરનાં વળાક સમયે પસાર થઇ રહેલ ટેમ્પાએ હડફેટે લેતા બંને બાઇક સવાર ફંગોળાઇ ગયા હતાં અને ટેમ્પાની પાછળ અથડાઇને રોડ પર ફંગોળાતા મનુભાઇ હિરપરા તથા ઇશ્ર્વરભાઇ ગૌસ્વામીને માથામાં ગંભીર ઇજા થઇ હતી જેમાં મનુભાઇ હિરપરાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ઇશ્ર્વરભાઇને ખાંભા બાદ અમરેલી રીફર કરેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું આમ એક સાથે બે મોતથી આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું ખાંભા પીએસઆઇશ્રી ગઢવીનાં મર્ગાદર્શન નીચે હેડ કોન્સ્ટેબદલ શ્રી કીકરે તપાસ હાથ ધરી છે.