ખાંભા ,
ખાંભા ના નાનીધારી ગામે ચાર દિવસ પહેલા એક પરપ્રાંતીય મજૂર ને સિંહ સિંહણ દ્વારા ફાડી ખાધો હતો જ્યારે આ ઘટના ને લઈ હાલ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે સિંહ માનવ મિત્ર હોઈ છે તે ક્યારેય માણસ નું માસ ખાતો નથી તે પણ એક સત્ય વાત છે પરંતુ નાનીધારી ની ઘટના માં વનવિભાગ પણ અસમજ માં છે કેમ તેમની સામે સિંહ સિંહણ દ્વારા એક યુવાન ને ફાડી ખાધો હતો ત્યારે આ ઘટના ના મૂળ સુધી પોહચવવા માટે વન વિભાગ પણ મેહનત કરી રહ્યું છે ત્યારે વાડ જ ચિભડા ગળે તેવી આ ઘટના હોઈ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હાલ તો આ ઘટના માં એક નિર્દોષ યુવાન સિંહ નો શિકાર બની ગયો એક પરિવાર નો આધાર છીનવાઈ ગયો . ખાંભા ના નાનીધારી ગામ ગત 24 જુલાઈ 2022 ના રોજ નાનીધારી ગામે ખેતમજૂરી કરી પરત ફરી રહેલા એક પરપ્રાંતીય યુવાન મજૂર ગામ તરફ આવતો હતો ત્યારે રસ્તા માં સિંહ સિંહણ દ્વારા આ યુવાન ઉપર હુમલો કરી બાજુ ના એક બગીચા માં ખેંચી જઇ સિંહ સિંહણ આ યુવાન ને ફાડી ખાધો હતો. જ્યારે આ ઘટના ની જાણ થતાં જ વનવિભાગ નો સ્ટાફ પોહચી ગયો હતો પરંતુ આ યુવાન ને સિંહ ને સિંહણ ના સકંજામાંથી છોડાવી શક્યા ન હતા જ્યારે સિંહ સિંહણ દ્વારા આ યુવાન ના માત્ર 2 પગ જ રહેવા દીધા હતા ને બાકી શરીર ના તમામ અંગ ને ફાડી ખાધા હતા જ્યારે આ ઘટના માં વનવિભાગ ની નજર સામે જ યુવાન ના શરીર ના ભાગ ને સિંહ સિંહણ ખાતા હતા અને વનવિભાગ પણ હાલ અચબા છે કે સિંહ માનવ મિત્ર છે તો આ કેવી રીતે શકય છે આ ઘટના બની તે પહેલાં સિંહ સિંહણ મેટિંગ પીડિયર દરમિયાન ગઢિયા ની સિમ માં હતા ત્યારે જ આ સિંહ ને સિંહણ એક વનકર્મી ની મદદ થી આખો દિવસ લાઇન શો થયો હોવાની હાલ ચર્ચા એ જોર પકડ્યું છે અને સિંહ સિંહણ ને તેમની મસ્તી માં રહેવા દેવાના બદલે આખો દિવસ હેરાન કરવા માં આવ્યા હતા અને સિંહ સિંહણ ગાઢિયા ની સિમ છોડી નાનીધારી સિમ માં પ્રવેશ કરી લીધો હતો પરંતુ આ લાઇન શો વાળા તેમની પાછળ નાનીધારી બોર્ડર સુધી આવી પોહચિયા હતા અને તે દરમિયાન ખેતમજૂર ને મજૂરી કરી ઘર તરફ જવાના ટાઇમ થઈ ગયો હતો આ ઘટના 6.30 થી 7 વચ્ચે બની હતી જ્યારે એક વાત હાલ નાનીધારી ગામ ચર્ચાઈ રહી છે કે સિંહ સિંહણ નો પણ કોઈ જ વાંક ગુન્હા વગર આ જીવન કેદ રહશે જ્યારે એક નિર્દોષ યુવાન નો પણ ભોગ લેવાયો પરિવાર નો આધાર છીનવાઈ ગયો પરંતુ જે લોકો ના પાપે આ આખી ઘટના બની તેમની સામે કાર્યવાહી ન નામે માત્ર વાહિયાત વાતો જ થશે બાકી ઠોર કાર્યવાહી નહીં થાય આ ઘટના માં જો વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવા માં આવશે નહીં તો આગામી સમય માં આવી ઘટના નું પુનરાવર્તન થશે તે દિવસો દૂર નથી .ગઢિયા ની સિમ અવારનવાર લાઇન શો એક વનવિભાગ સાથે સંકળાયેલા વ્યકતિ ની મદદ થી થઈ રહ્યા છે ત્યારે આ લાઇન શો માં બહાર જિલ્લા માંથી દર માસે ઘણા લોકો આ વ્યક્તિ સાથે ટાયમ ટેબલ નક્કી કરી સિંહ જોવા આવે છે .
નાનીધારી ના લોકમુખે ચર્ચા.નાનીધારી ની ઘટના માં અન્ય લોકો ની લાઇન શો ની ઘેલછા માં એક યુવાન ભોગ બન્યો પરિવાર નો આધાર છીનવાઈ ગયો જ્યારે આ સાથે મુક્ત મને વિહરતા સિંહ સિંહણ ને પણ પાંજરા માં કેદ થવું પડ્યું ત્યારે ભૂલ બીજા ની અને ભોગ અન્ય બન્યા.