ખાંભાનાં બોરાળા ડેડાણ વચ્ચે અક્સ્માત

  • રિક્ષા ઉંધી વળી જતાં શ્રી મહેશભાઇ રાઠોડ સહિત મોરંગી ગામના યુવાનોએ મદદ કરી 

અમરેલી,
બગદાણા સેવા માં જતા લગભગ પાચ થી છ પરિવાર ના લોકો ને બોરાળા ડેડાણ રોડ ઉપર થ્રિ વ્હિલ (તગો )પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો એજ સમયે રાજુલા ના મોરંગી ગામ ના યુવાનો હનુમાન ગાળા દર્શન માટે જતા હતા ત્યારે રસ્તા જોયું ત્યારે બધા ઈજાગ્રસ્ત હતા ત્યારે મોરંગી ગામ નિષ્ણાંત ડોક્ટર વિપુલ સોલંકી ની ઇમર્જન્સી સારવાર મળી અને 108. દ્વારા રાજુલા રીફર કરી આપવામાં આવ્યા હતા, ડો. વિપુલ સોલંકી ની સરાહનીય કામગીરી અને સાથે સાથે મોરંગી ના યુવાનો જેમ લિયાકતભાઈ જલાલી, એજાઝભાઈ જલાલી,કયુમભાઈ,ભાવેશભાઈ મકવાણા, અલી ભાઈ જલાલી, રાકેશ ભાઈ શિયાળ,અને સાથે સાથે શ્રી લતા મંગેશકરના સહાયકશ્રી મહેશભાઈ રાઠોડ એ મળી સારી સેવા આપી સૌ ને રાજુલા પહોંચાડ્યા હતા. સદ નસીબ એ કોઇ જાનહાનિ થઈ નહીં સામાન્ય ઇજા થઇ હતી. મોરંગી ના યુવાનો ની સરાહનીય કામગીરી માટે ગામ લોકો દ્વારા અભિનંદન કરવામાં આવ્યું.