ખાંભાનાં સમઢીયાળા ગામે ડુબી જતા ત્રણનાં મોત

અમરેલી,
ખાંભાનાં સમઢીયાળા ગામે પાણીમાં પડી ગયેલા સંતાનોને બચાવવા જતા પિતા અને સંતાનો બે સહિત ત્રણનાં મૃત્યું નિપજતા અરેરારી પ્રસરી છે. આ બનાવની વિગત એવી છે કે, મુળ ઓળીયા ગામનાં અને સાવરકુંડલામાં મકાન ધરાવતા તથા વિચરતા સરાણીયા દેવકુભાઇ રામજીભાઇ પરમાર ઉ.વ.34ની પુત્રી માણેકબેન ઉર્ફે દક્ષા ઉ.વ.7 અને અઢી વર્ષનો પુત્ર બોખો પરમ દિવસે 18 તારીખે સાંજે સમઢીયાળાનાં પાનળી નદીમાં આવેલા ચેકડેમ પાસે રમવા ગયા હોય અને તેમાં પડી જતા તેને બચાવવા ગયેલ દેવકુભાઇ પણ ડુબી જતા ત્રણેયનાં મોત નિપજ્યા હતાં.
આ બનાવની કરૂણતા એ છે કે, દેવકુભાઇનાં પત્નિની તબીયત ખરાબ હોય તે સુતા હતા અને મોડી રાત સુધી સંતાનો અને દેવકુભાઇ પરત ન આવતા તેણીએ તેના પિતાને ફોન કરી બોલાવતા આજે સવારે તેની શોધખોળ કરતા ચેકડેમની અંદર સૌપ્રથમ અઢી વર્ષનાં પુત્ર બોખાની લાશ મળી હતી અને શોધખોળ કરતા દેવકુભાઇ અને માણેકની પણ લાશ મળી આવતા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી