ખાંભાના આંબલીયાળાના જંગલની વીડીમાંથી સ્ત્રી પુરૂષના અસ્થિ અવશેષ મળતા ખળભળાટ

ખાંભા,
અમરેલી ખાંભા ના આંબલીયાળા જંગલ વિડી નજીકથી અજાણ્યા બે સ્ત્રી પુરુષની ડેડબોડી ના અવશેષો મળી આવતા ખળભળાટ મચ્યો છે.વન વિભાગને જંગલની બોર્ડર નજીકથી આંબલીયાળાના જંગલની વીડી વિસ્તારમાં આજે અજાણ્યા સ્ત્રી પુરુષના અવશેષો મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી ઘટનાસ્થળેથી પોલીસને એક મોબાઈલ અને ત્રણ બોટલો પણ મળી આવી હતી આ ઘટનાને પગલે પોલીસ અને વન વિભાગે ઘટના સ્થળે જીણવટભરી તપાસ કરતા આ અવશેષો કોઇ અજાણ્યા સ્ત્રી પુરુષ હોવાનું અનુમાન થઇ રહયુ છે આ બને ડેડબોડીના અવશેષોને એફએસએલમાં મોકલવા અને તેના ડીએનએ ટેસ્ટ કરાવવા માટે ખાંભા પોલીસે તજવીજ હાથ ધરી .