અમરેલી,
ખાંભા તાલુકાના આંબલીયાળા ગામે ભોળાભાઈ ગોવિંદભાઈ ડાભી ઉ.વ. 30 હીરાના કારખાને જતા હતા ત્યારે મહેશ ધીરૂભાઈ સોલંકીએ કહેલ કે તું કેમ મારી પત્નિને કોલ કે મેસેજ કરે છે. તેવું જણાવી પાઈપ વડે માથામા અને હાથે ઈજા કરી લાલજી ધીરૂભાઈ સોલંકીએ લાકડી વડે તેમજ ઘનશ્યામ અમરૂભાઈ અને જયરાજ દોલુભાઈએ ઢીકાપાટું વડે મુંઢમાર મારી ધમકી આપ્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ .