ખાંભાના ઇંગોરાળાથી વાંકીયા સુધીનો રોડ બનાવવા જોબ નંબર ફાળવો:શ્રી સંઘાણી

અમરેલી,અમરેલી જીલ્લાના ખાંભા તાલુકામા આવેલ ઇંગોરાળાથી વાંકીયા સુધીનો 5 કી.મી. નો ગ્રામ્ય રસ્તો કાંચો છે,જે રસ્તો પાકો બનાવવા અમરેલી જીલ્લા પંચાયત મારફર દરખાસ્ત મોકલાવેલ છે અને આ રસ્તા ઉપર નાના-મોટા પુલો પણ બની ગયેલ છે. તેમજ ઉપરોકત રસ્તો પાકો બની જાય તો ધારી તરફ જવા-આવવા આ વિસ્તારના 10 જેટલા ગામ લોકોને 15 કી.મી.હાલમાં જે ફરીને જવુ પડે છે તેમાથી રાહત મળી શકે તેમ છે. તો ઇંગોરાળાથી વાંકીયા સુધીનો કાંચો રસ્તો પાકો બનાવવા માટે જોબ નંબર મળે તેમ કરવા દિલીપભાઇ સંઘાણીએ જણાવેલ છે.