ખાંભાના ગીદરડીમાં બે જુથો વચ્ચે સામસામી મારામારી

અમરેલી,
ખાંભા તાલુકાના ગીદરડી ગામે તા.4/4 ના રાત્રીના 8 વાગે વીનુભાઇ ગભાભાઇ વાળા ઉ.વ.30 જાર વાઢવા માટે દાડીયા કરવા જતા હોય ત્યારે જયતા બાલુભાઇ ઢેઢુલાના ઘર પાસે પહોંચતા પતી પત્ની માથાકુટ કરતા હોય જેથી આવેશમાં આવી વિનુભાઇ ગભાભાઇ વાળાને કહેલ કે ઓલો કોણ જાય છે તેમ કહી ગાળો બોલી માર મારેલ જેથી વિનુભાઇ કાંઇ માથાકુટ કર્યા વગર જતા રહેલ ફરીવાર સવારે માવો ખાવા મહેન્દ્રભાઇ તરસરીયાની દુકાને ગયેલ ત્યારે મના બાલુભાઇ, સંજય બાલુભાઇ, જયતા બાલુભાઇ ઢેઢુલાએ આવીને માથામાં લાકડાના બડીયાનો ઘા મારતા રાડારાડ કરતા વિનુભાઇના ભાઇ બચાવવા વચ્ચે પડતા તેમને છુટા પથ્થરના ઘા મારી ધમકી આપ્યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે મનુભાઇ બાલભાઇ ઢેઢુલા ઉ.વ.27 ને વિનુ ગભાભાઇ રામ ગભાભાઇ, વિલાસબેન રામભાઇ વાળાએ ગામમાં રામજી મંદિર પાસે મેદાભાઇની દુકાન પાસે મળતા કહેલ કે સાંજે કેમ દોઢ ડાહીયા થતા હતા તેવુ જણાવી માર મારતા રાડારાડ કરતા મનુભાઇના બંને ભાઇઓ વચ્ચે પડતા તેમને પણ લાકડી વડે માર માર્યાની ખાંભા પોલીસમાં ફરિયાદ .