ખાંભાના ડેડાણમાં બાઇક સાથે 108 અથડાતા આધેડનું મોત

  •  ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ

અમરેલી, ખાંભા તાલુકાના ડેડાણમાં સામતભાઇ મકવાણા પોતાનું બાઇક ચલાવીને જતાં હતા. ત્યારે પાછળથી ખાંભાના 108 ના ચાલક શિવરાજભાઇ ધાધલે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને પાછળથી ટકકર મારતા સામતભાઇ મકાવાણાને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યાનું ખાંભા પોલીસ મથકમાં પુત્ર અશોકભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.