ખાંભાના ડેડાણમાં યુવાન ઉપર હુમલો

અમરેલી,ખાંભા તાલુકાના ડેડાણમાં રાજુભાઈ કાનાભાઈ પરમાર ઉ.વ.23ના ભાઈએ મુસ્તુફા ઉર્ફ્રે મુસો રહીમ ખુમાર વિરૂધ્ધ એટ્રોસીટીની ફરિયાદ કરેલ. તે ફરિયાદ પાછી ખેચી લેવા તેમજ આ બાબતે મનદુ:ખ રાખી મુસ્તુફા ઉર્ફ્રે મુસો રહીમ ખુમાર, રફીક ઉર્ફે ટકો રહીમ ખુમારે ગળોબોલી જ્ઞાતિ પ્રાત્યે હડધુત કરી છરી અને પાઈપ વડે મારમારી ઈજા કરી ધમકી આપ્યાની ખાંભા પોલેસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.