ખાંભાના ડેડાણમાં રાત્રે અચાનક સસ્તા અનાજના જથ્થાની ચકાસણી

અમરેલી,
ખાંભાના ડેડાણ ગામે પટેલપરા વિસ્તારમાં આવેલા અનાજના બે ગોડાઉનો ઉપર ખાંભાથી મામલતદારની ટીમ દ્વારા ચકાસણી શરૂ કરાઇ હોવાનું જાણવા મળેલ છે. જાણવા મળતી માહિતી અનુસાર સસ્તા અનાજની દુકાનેથી મળતા માલનો વેપાર ગેરકાયદેસર રીતે ખરીદી કરાતો હોવાની શંકા ઉપરથી ખાંભાથી આવેલ ટીમ દ્વારા ચકાસણી કરાઇ રહી છે અને જેમને રેશનકાર્ડ ઉપર ચોખા, ઘઉ સહિતની રેશનીંગની વસ્તુઓ મળે છે તે વધ્ાુ ભાવે દુકાનદારને વેચતા હોય છે અને દુકાનદાર તેને સાફ કરી વધ્ાુ ભાવે ખુલ્લી માર્કેટમાં મુકતા હોય છે આ ધંધો જિલ્લાભરમાં ચાલી રહયો છે. જેમાં રેશનકાર્ડ ધારક, વચ્ચેના દુકાનદાર બંને કમાતા હોવાની ચર્ચા ચાલી રહી છે.