ખાંભાના ત્રાકુડા ગામે સ્વીફટ કારે બાઇકને હડફેટે લેતા પ્રોૈઢનું મોત

અમરેલી,
ખાંભાના ગોકુળભાઇ મોહનભાઇ દુધાત ઉ.વ.58 ત્રાકુડાથી ખાંભા તરફ પોતાનું બાઇક જીજે 14 કયુ 7643 લઇને આવતા હતા ત્યારે ડેડાણ અને ત્રાકુડા વચ્ચે આવેલ ભારત ગેસ એજન્સી પાસે પહોંચતા સ્વીફટ ડિઝાયર ફોરવ્હિલ જીજે 14 એકે 8260 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી કાર ચલાવી બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા પહોંચાડી ઘટનાસ્થળે જ મોત નિપજાવી કાર મુકી ચાલક નાસી ગયાની પુત્ર અરૂણભાઇ ગોકુળભાઇ દુધાતે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.