ખાંભાના નવા માલકનેશમાં મોટર સાયકલ મોબાઇલ ચોરીનાં આરોપીને ઝડપી લીધો

અમરેલી,
ખાંભા પોલીસ સ્ટેશનનાં નવા માલકનેશ ગામે મોબાઇલ ચોરી તથા મોટરસાયકલ ચોરીનાં આરોપી વિકાસકુમાર પપુને ઉતર પ્રદેશનાં મહેનાજપુર તાલુકાનાં દક્ષીણકાપુરા ગામેથી ખાંભા પોલીસે પકડી પાડેલ છે. નવા માલકનેશ ગામે તેમની રાખેલ કોન્ટ્રાક્ટરની સ્કુલમાં નાહવા ગયેલ ત્યારે ઓપો કંપનીનોમોબાઇલ કિં.11000 અને હોન્ડા કંપનીનું સાયઇન રૂા.30000 રાખેલ તે આરોપી વિકાસ કુમાર તથા અનિશ અને સુરજ ત્રણેય ઉતર પ્રદેશ વાળાઓ ચોરી કરી લઇ ગયેલ જે અંગે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ઉતર પ્રદેશનાં આરોપીને પકડવા ખાંભા પોલીસે મંજુરી મેળવી પીએસઆઇ એસકે બરજોડની ટીમે દક્ષીણકાપુરા જઇને આરોપીને પકડી પાડતા ચોરીની કબુલાત આપી હતી.