ખાંભાના નાના વિસાવદર નજીક વૃક્ષો ધરાાશાયી થતા હાઇવે ઠપ્પ

  • ઉના અમરેલી સ્ટેટ હાઇવે ઉપર વાહનો બંધ થતા રોડ ઉપર વાહનોના થપ્પા લાગ્યા : વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

ખાંભા,
ખાંભાના નાના વિસાવદર નજીક વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા વૃક્ષો ધરાાશાયી થઇ ગયા હતા અને અમરેલી ઉના સ્ટેટ હાઇવે ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો ખાંભાના નાનાવિસાવદર ના પાટિયા પાસે મહાકાય વૃક્ષો વરસાદ અને જોરદાર પવન સાથે અને વીજળી ના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ થી આ વૃક્ષો અમરેલી ઉના સ્ટેટ હાઇવે ઉપર પડતા વાહન વ્યવહાર બંધ થયેલ છે અને વાહન ની મોટી સનખ્યામાં લાઈનો લાગિ ખાંભા અવિરત બીજા દિવસે પણ જોરદાર વરસાદ પડ્યો હતો. ખાંભા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તાારોમાં પણ ઠેર ઠેર વરસાદને કારણે જન જીવનને અસર જોવા મળી હતી.