ખાંભાના નાની ધારી ઈંગોરાળા રોડે વાડી ખેતરે યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો

અમરેલી,
ખાંભા તાલુકાના નાના વીસાવદર પ્લોટ વિસ્તારમા રહેતા અમીતભાઈ જયસુખભાઈ ઠુંમ્મર ઉ.વ. 30 ની નાની ધારી ઈંગોરાળા રોડે ટાકરીયા વિસ્તારમા આવેલ વાડી ખેતરે ખાતા નં. 191 સર્વે નં. 16 પૈકી -1 વાળી જમીન પ્રતાપ મધ્ાુભાઈ માંજરીયા રહે . નાની ધારીવાળાને વેચેલ નહ ોય અને અગાઉ વર્ષ 2021 મા અમીતભાઈના દાદા નનુભાઈએ પ્રતાપના સગા કાકા અનકભાઈ તથા તેમના દિકરાઓ વિરુધ્ધ ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ કરેલ હતી. જે મન દુખના કારણે તા. 25-6 ના સવારે 9 :30 કલાકે પ્રતાપ મધ્ાુભાઈ માંજરીયા તથા એક અજાણ્યા શખ્સે પુર્વ આયોજીત કાવતરૂ રચી વાડીના શેઢે અગાઉથી સંતાઈ એકશમ કરી વાડીમા ગેરકાયદેસર પ્રવેશ કરી અમીતભાઈના પિતા તથા મોટા બાપુને ઢીકાપાટુંનો મુઢમાર મારી ગાળો આપતા અમીતભાઈ વચ્ચે પડતા પ્રતાપે તલવાર વડે ઉપરા ઉપરી બે ઘા જાનથી મારી નાખવાના ઈરાદે માથાના ભાગે મારવા જતા ડાબો હાથ આડો કરતા તલવાર વડે કાંડાના ભાગેથી કાપી નાખી અજાણ્યા શખ્સે પાઈપ વડે મારમારી તેમજ ઢીકાપાટું વડે મુંઢમાર મારી ધમકી આપી ડાબો હાથ કાંડેથી કાપી મહાવ્યથા કર્યાની ખાંભા પોલિસ મથકમા ફરિયાદ કરતા બનાવની તપાસ પી.એસ.આઈ. એમ.ડી. ગોહિલ તપાસ ચલાવી રહયા છે.