ખાંભાના પાટીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં મુદામાલ સાથે આરોપીઓને ખાંભા પોલીસે ઝડપી લીધા

ખાંભા,
ખાંભા પો.સ્ટે. વિસ્તારના પાટી ગામે થયેલ ચોરીના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ખાંભા પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સ ડી.સી. સાકરીયા તથા ખાંભા પોલીસ ટીમએ ખાંભા પો.સ્ટે એ આરોપીઓને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ ગણતરીના દિવસો દરમ્યાન કરેલ ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીને ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી પકડી પાડેલ છે. ફરિયાદીના ઘરમાં અંદર પ્રવેશ કરી ઘરમાં અભેરાઇ ઉપર રાખેલ તીનના ડબ્બા માંથી રોકડા રૂા. 1,00,000/- તથા સોનાનો પોચો 30 ગ્રામનો જેની રૂા. 50,954/- ગણાય તથા સોનાનો હાર 26 ગ્રામની જેની કિ. રૂા. 45,602/- ગણાય તથા ચાંદીનો કંદોરો નંગ – 1 જેની કિં. રૂા. 1500/- ગણામ તથા ચાંદીના છડા એક જોડી જેની રૂા. 800/- ગણાય તથા ચાંદીના પાતળા છડા 3 જોડી જેની કિં. રૂા. 600/- ગણાય જે તમામ મળી કુલ રૂા. 1,99,456/- ની માલમતાની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે બાબતે ફરિયાદ આપતા તા. 17/03/21 નાં રોજ ગુન્હો આરોપી રમેશ બાબુભાઇ પરમાર દેવીપૂજક, બાલાભાઇ ઉર્ફે બાલો મધાભાઇ ચાવડા (દેવીપૂજક)ને ઝડપી પાડયા હતા.