ખાંભાના પાટીમાં ડબલ મર્ડર કરનાર બે સગાભાઇઓને પકડી પાડતી એલસીબી

અમરેલી,
ખાંભા તાલુકાના પાટી ગામની સીમમાં આવેલ સુરેશભાઈ જીવરાજભાઇ સુહાગીયાની વાડીએ સુરેશભાઇ અને તેના 95 વર્ષના માતા દુધીબેનનુ ખુન કરવાના ગુનાનો ભેદ ઉકેલી એલસીબીના પીઆઇ શ્રી અલ્પેશ પટેલની ટીમે હત્યા કરનારા બે સગા ભાઇઓેને પકડી પાડયા હતા.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારની સુચનાને પગલે અમરેલી એસપીશ્રી હિમકર સિંહએ આ બનાવની જગ્યાએ જઇ આરોપીને શોધવા સાવરકુંડલાનાનાયબ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરાના સુપરવિઝનમાં એલ.સી.બી. તથા જિલ્લાની જુદી જુદી ટીમો બનાવી, આરોપી ને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના પીએસઆઇશ્રી એમ.બી.ગોહિલ, પીએસઆઇશ્રન્ એમ.ડી.સરવૈયા તથા સર્વ શ્રી બહાદુરભાઇ વાળા, લીલેશ બાબરીયા, નિકુલસિંહ રાઠોડ, આદિત્યભાઇ બારૈયા, કિશનભાઇ આસોદરીયા, મયુરભાઇ ગોહિલ, રાુલભાઇ ચાવડા, રાહુલભાઇ ઢાપા, ઉદયભાઇ મેણીયા, જીજ્ઞેશભાઇ અમરેલીયા, જાવિદભાઇ ચૌહાણ, તુષારભાઇ પાચાણી, યુવરાજસિંહ રાઠોડ, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, મનિષભાઇ જાની, ભગવાનભાઇ ભીલની ટીમ દ્વારા અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ મનસુખ ઉર્ફે મનો ઉર્ફે મુન્નો નાનજીભાઈ વાઘેલા,ઉ.વ.37, રહે.ફાટસર તા.ગીરગઢડા, જિ.ગીર સોમનાથ. હાલ રહે.ઉગલવાણ, વાડી વિસ્તાર, તા.મહુવા અને તેનો ભાઇ નરેશ ઉર્ફે નરીયો નાનજીભાઇ વાઘેલા, ઉ.વ.23 ને રાઉન્ડ અપ કરી તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ બેવડી હત્યા કરી હોવાનું સ્વીકાર્યુ હતુ.પકડાયેલ પૈકી મનસુખ ઉર્ફે મનો અગાઉ પાટી ગામની બાજુમાં આવેલ નેસડી ગામની સીમમાં વાડી ભાગવી રાખી રહેતો હોય, જેથી સુરેશભાઇની વાડી મકાનથી વાકેફ હોય અને આ કામે મરનાર સુરેશભાઇ જીવરાજભાઇ સુહાગીયા પોતાના ગામના લોકોને પૈસાની જરૂરીયાત હોય, તો પૈસા ઉછીના આપતા હોવાનું જાણતો હોય, જેથી મનસુખ ઉર્ફે મનાને પૈસાની જરૂરીયાત પડતા મનસુખ તથા તેનો ભાઇ નરેશ એમ બન્ને ગઇ તા.26/06/2023 ના રોજ પાટી ગામે ચોરી કરવાના ઇરાદે રાત્રીના આશરે દસેક વાગ્યે આવેલ, ત્યાં વાડીએ આ સુરેશભાઇ જાગતા હોય અને બેટરી મારતા સુરેશભાઈ આ મનસુખને ઓળખી ગયા હતા જેથી મનસુખે વાડીમાં પડેલ ખેતીના ઓજાર ખંપાળી વડે સુરેશભાઇને માથામાં મારતા, સુરેશભાઇ પડી જતા સુરેશભાઇના હાથમાંથી કુહાડી લઇ મનસુખે માથામા તથા ગળાના ભાગે ગંભિર ઇજાઓ કરી મોત નિપજાવેલ બાદ બન્ને વાડીમાં આવેલ મકાને જતા જયાં સુરેશભાઇના માતા દુધીબેન રૂમની બહાર સુતા હોય અને મકાનના રૂમમાં તાળુ મારેલ હોય જેથી દુધીબેનને મકાનના રૂમની ચાવી તથા પૈસા આપવા કહેતા, આ વખતે 95 વર્ષના દુધીબેન દેકારો કરવા લાગતા આરોપી મનસુખ પાસેથી નરેશએ કુહાડી લઇ, કુહાડી વડે આ દુધીબેનને માથામાં ગંભીર ઇજા કરી, મોત નિપજાવેલ. અને મકાનના રૂમનું લોક તોડી અંદર તપાસ કરતા કોઇ રોકડ રકમ નહિ મળી આવતા આ બન્ને ત્યાંથી નાસી ગયેલ.આ બનાવની કરૂણતા કે વિચીત્ર સંયોગ એ પણ હતો કે આજથી અઢી વર્ષ પહેલા આજેે ઝડપાયેલ મનસુખ ઉર્ફે મનો પાટી નેસડી ગામની સીમમાં મજુરી કામ કરતો હોય તે વખતે હાલમાં જેનું ખુન થયેલ છે તે સુરેશભાઇના નાના ભાઇ અરવિંદભાઇની વાડીએથી લાકડા તથા બોર લઇ ગયેલ હોય જે બાબતે અરવિંદભાઇએ ઠપકો આપતા જે બાબતનું મનદુ:ખ રાખી, મનસુખ ઉર્ફે મનો નાનજીભાઇ વાઘેલાએ આ અરવિંદભાઇને લાકડાના બડીયા વતી માથામાં ગંભીર ઇજાઓ કરી, મોત નિપજાવેલ જે અંગે અરવિંદભાઇના પત્નીએ ફરીયાદ આપતા ખાંભા પો.સ્ટે.માં ખુનનો ગુનો રજી. થયેલ. જે ગુનામાં આ મનસુખ ઉર્ફે મનાને અટક કરી, જેલ હવાલે કરવામાં આવેલ હતો અને જામીન ઉપર છુટયા પછી તેણે પોતાના ભાઇની મદદથી આ બેવડી હત્યાને અંજામ આપ્યો હતો.સાથે સાથે મનસુખના ભાઇ નરેશ ઉપર પણ ગીર સોમનાથ જિલ્લામાં એક હત્યા સહિત આઠ ગુનાઓ દાખલ થયેલ છે મનસુખના પરિવારના હાથે પાટીના સુહાગિયા પરિવારના ત્રણ -ત્રણ વ્યકતીના ખુન થયાનું રેકર્ડ ઉપર આવ્યું છેે.