ખાંભાના પાટી ડબલ મર્ડર : હત્યારો પોલીસના હાથવેંતમાં

અમરેલી,
ખાંભાના પાટી ગામની બેવડી હત્યાની ઘટનાએ જિલ્લાભરમાં ખળભળાટ મચાવ્યો છે અને હત્યાનો ભેદ ઉકેલવા માટે એસપીશ્રી હિમકરસિંહ દ્વારા આદેશ અપાતા ડીવાયએસપી શ્રી હરેશ વોરા ના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાંચના શ્રી અલ્પેશ પટેલ સહિતના છ અધિકાારીઓની ટુકડીઓ દ્વારા જણવટભરી તપાસ ચાલી રહી હોય તેમા હત્યારા પોલીસના હાથવેંતમાં હોવાનુ અને ગણત્રીના કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલાય તેવી શકયતા હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહીતી અનુસાર 95 વર્ષના અપંગ દુધીબહેન અને તેના પુત્ર સુરેશભાઇ જીવરાજભાઇ સુહાગિયાની હત્યા થઇ તેને અગાઉના એક બનાવ સાથે સબંધ તો નથી ને તેની તપાસ પોલીસ ચલાવી રહી છે કારણ કે 2020માં મરનાર સુરેશભાઇના નાનાભાઇ અરવિંદભાઇની હત્યા પણ એક દેવીપુજકે આ જ જગ્યાએથી 100 મીટર દુર જ કરી હતી જે જેલમાંથી જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ છે અને અરવિંદભાઇના પુત્ર લાલભાઇ હાલ સુરત રહે છે.જિલ્લાભરમાં ખેતીની સીઝન ચાલી રહી હોય ગ્રામ્ય વિસ્તારમાં બેવડી હત્યાની સતત ચર્ચાઓ ચાલી રહી હોય પોલીસ તંત્રની છ ટીમો દ્વારા દરેક મુદાઓ સાથે શકમંદોની પુછપરછ શરૂ કરાઇ છે.